<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

ગરુડેશ્વર આદિવાસી મ્યુઝિયમ પાસે 6 વ્યક્તિઓએ 2 યુવાનો પર જીવલેણ હુમલો કરતા એક નું મોત

ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ ઇજાગ્રસ્તને મળવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારબાદ ઘટના સ્થળની મુલાકાત લીધી:ચૈતર વસાવાએ મ્યુઝિયમનું બાંધકામ કરનાર એજન્સી સહિત જવાબદાર અધિકારીને આરોપી બનાવવા જણાવ્યું હતું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે તારીખ ૬ ઓગસ્ટની રાત્રે થયેલા જીવલેણ હુમલામાં એકનુ મોત નિપજ્યું હતું જ્યારે એકને ગંભીર ઈજાઓ થતા સારવાર હેઠળ લાવવામાં આવ્યો હતો
   મળતી માહિતી અનુસાર સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીનાઓએ આપેલી ફરિયાદ મુજબ તે અને તેના મિત્ર આદિવાસી મ્યુઝિયમ પાસે બેસવા ગયા હતા તે વખતે માર્ગિશભાઈ દિનેશભાઈ હીરાપરા જેનું સરનામું ખબર નથી તે તથા તેની સાથેના બીજા પાંચ ઈસમોએ ભેગા મળી એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી ઈજા પામનાર સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી ઉ.વ.આ. ૩૫ ધંધો ખેતમજુરી (રહે, ગભાણા નીચલું ફળિયું તા ગરૂડેશ્વર જી. નર્મદા) તથા મરનાર જયેશભાઈ શનાભાઈ તડવી( રહે.કેવડીયા ગામ નીચલું ફળિયું તા.ગરૂડેશ્વર જી.નર્મદા )ને ગેરકાયદેસર અવરોધ કરી અટકાયત કરી આ બંને ને આદિવાસી તડવી જ્ઞાતિના હોવાનું જાણવા છતાં તેમને જાતિવિષયક અપમાનિત કરી લાકડાના ઠંડા તથા પી.વી.સી પાઈપ અને ક્રમરપટા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી જીવલેણ હુમલો કરી સંજયભાઈને ડાબા હાથે ફેક્ચર કરી તથા માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મરનાર જયેશભાઈ શનાભાઈ તડવીનાઓને ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કરતા ગરુડેશ્વર પોલીસે એટ્રીસિટી સહિતની કલમો સાથે ગુનો દાખલ કર્યો છે. ઘટનાને અંજામ આપનાર આરોપી માં માર્ગિશભાઈ દિનેશભાઈ હીરાપરા તથા તેની સાથેના બીજા પાંચ અજાણ્યા શખ્શો સામે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 ઘટનાની જાણ થતાં જ તાબડતોબ ધારાસભ્ય ડો. દર્શના બેન દેશમુખ તેમની ટીમ સાથે રાજપીપળા સિવિલ માં પહોંચી ઇજાગ્રસ્ત યુવાનને મળ્યા અને તેમના પરિવારજનો ને સાંત્વના આપી ત્યારબાદ ઘટના સ્થળે પહોંચી યોગ્ય તપાસ કરી પોલીસ અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી.
 જ્યારે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા પણ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કેટલાક પ્રશ્નો ઉઠાવી જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી અમે મૃતદેહ નહિ સ્વીકારીએ અને આવનારા દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

   ગરુડેશ્વર પોલીસે આદીવાસી મ્યુઝીયમમાં કામ કરતા માર્ગીશ હીરપરા, દેવલ પટેલ, દીપુ યાદવ, વનરાજ તાવિયાડ, શૈલેષ તાવિયાડ અને ઉમેશ ગુપ્તા વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી એમની ધરપકડ કરી છે.

(11:50 PM IST)