<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

નેત્રંગ વનવિભાગના રાજવાડી બીટમાંથી ૨૮ ખેરના વૃક્ષોનું નિકંદન થતા ખળભરાટ

વનવિભાગના ઉચ્ચ અધીકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ભરૂચ-નમઁદા જીલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા નેત્રંગ વનવિભાગના રાજવાડી રાઉન્ડના કોયલીમાંડવી બીટમાં આવેલ કંપાઉન્ટ ૫૪૭ ખાતે અંદાજીત ૨૮ ખેરના વૃક્ષો રાત્રીના અંધકારના સમયે અજાણ્યા શખ્શો દ્વારા નિકંદન કરતાં તેની તસ્કરી થઈ હતી.
 ભારતીય વન અધિનિયમ મુજબ જંગલમાં પ્રવેશ કરવો ગુનો બને છે.ત્યારે નેત્રંગ વનવિભાગના ઇતિહાસમાં પ્રથમવાર આટલા મોટા જથ્થામાં ખેરના લાકડા કપાયા અને તસ્કરીના બનાવના પગલે ખળભરાટ મચી જવા પામ્યો છે.ખેરના લાકડાનું ગેરકાયદેસર નિકંદન અને તસ્કરી થયાની જાણ નેત્રંગ વનવિભાગના ઇ.આરએફઓ મીનાબેન પરમાર અને વનકમીઁઓને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી કાયદેસરની કાયઁવાહી હાથ ધરતાં સમગ્ર પ્રકરણની આગળની તપાસ હાથ ધરી હતી, અને જંગલ વિસ્તારના કોતરવાળા વિસ્તારમાં સંતાડવામાં આવેલ ખેરના લાકડાનો મુદ્દામાલ કબ્જે કયૉ હતો.
   ખેરના લાકડાની તસ્કરીમાં સંડોવાયેલા ઇસમોને છોડાશે નહીં : આરએફઓ મીનાબેન પરમાર
    નેત્રંગ વનવિભાગના રાજવાડી બીટનાં ખેરના લાકડાના નિકંદનની ઘટના બાદ સમગ્ર પ્રક્રરણની તપાસ હાથધરી છે.ઉચ્ચ અધીકારી ઘટનાસ્થળની મુલાકાત કરી છે. રોજમદાર,તમામ સ્ટાફ અને SRP ના સંકલન સાથે જંગલસરક્ષણ માટે સતત પેટ્રોલિંગ અને ખેરના લાકડાની તસ્કરીમાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાયઁવાહી કરવામાં આવશે

(11:52 PM IST)