<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

રાજપીપળા એસટી ડેપોથી અંકલેશ્વર જતી બસ છાસવારે બગડતા નોકરિયાત વર્ગને મુશ્કેલી

સવારે ૬ વાગે ઉપડતી આ લોકલ બસમાં ૭૫ ટકા નોકરિયાતો જાય છે છતાં જૂની ખખડધજ બસ મૂકાતા વારંવાર તકલીફ:નોકરિયાતો સમયસર ઓફિસ કે ફેક્ટરીમાં નહિ પહોંચતા તેમણે પરત ફરવુ પડે છે:થોડા સમય પહેલાં જ સરકારે ઘણી નવી બસો આ ડેપોને ફાળવી હોવા છતાં કેમ આવા રૂટ ઉપર જૂની બસ ચલાવાઈ છે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાનું એસટી ડેપો અનેક સમસ્યાઓથી ઘેરાયેલું રહે છે જેમાં ખાસ કરીને ખખડધજ બસો અનેકવાર મુસાફરોને રસ્તા માં નાંખે છે તેમાં ખાસ વાત કરીએ તો સવારે છ વાગે રાજપીપળાથી અંકલેશ્વર જતી લોકલ બસ કે જેમાં લગભગ આખી બસ ફૂલ હોય છે માટે એસટી ને આવક પણ યોગ્ય જ મળે એ સ્વાભાવિક છે પરંતુ આ બસ એટલી જૂની મુકાઈ છે જે વારંવાર અધવચ્ચે બગડે છે અથવા તો તેના સમયે ડેપોમાંથી જ બંધ હાલત માં જણાઈ છે તેવામાં સમયસર નીકળી ઉપર નહિ પહોંચતા નોકરિયાતોને ભારે વિટંબણા ઉભી થાય છે.

આ બસમાં જતા કેટલાક નોકરિયાતોએ તો પાસ કઢાવ્યો છે તો બસના ઉપડે કે રસ્તામાં નાંખે તો પાસના રૂપિયા તો ખર્ચ કર્યા બાદ પણ ખાનગી વાહનમાં રૂપિયા બગાડી નોકરિયાત વર્ગે જે તે જગ્યા પર પહોચવું પડે છે.
    સરકાર એસટી અમારી સલામત સવારીની વાતો તો કરે છે પરંતુ આવા સ્થિતિમાં આવા સૂત્રો તદ્દન જુઠ્ઠા લાગે છે. માટે રાજપીપળા એસટી ડેપોના લાગતા વળગતા અધિકારીઓ કે કર્મચારીઓ આવા નોકરિયાત વર્ગના રૂટો પર દોડતી બસો ટીપટોપ હાલત વાળી મૂકે એ જરૂરી છે. સરકારે થોડાક સમય પહેલા જ ઘણી નવી બસો આપી છે જેનું રાજકીય અગ્રણીઓ ના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું તો પણ હજુ જૂની અને ખખડધજ બસો ઉપાડી મુસાફરોને કેમ હેરાન કરાઈ છે.

આ મુદ્દે આ જ બસમાં નિયમિત જ્યાં મુસાફર દેવ શાહએ જણાવ્યું કે મારે અંકલેશ્વર જઈ ત્યાંથી આગળ જવાનું હોય છે અને જો હું સમયસર મારી ફેક્ટરી ઉપર નહિ પહોંચું તો મને અંદર ન લેવાય જેથી મારે રાજપીપળાથી અંકલેશ્વર ભાડું ખર્ચી પહોંચ્યા બાદ તરત પરત ઘરે આવવું પડે જેમાં મારું આવવા જવાનું બંને ભાડું બગડે તો વારંવાર બગડતી બસોની જગ્યાએ સારી બસ મૂકે તો દરેક નોકરી કરતા વ્યક્તિઓ ને સારું પડે


 

(12:14 AM IST)