<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવટીયાની વડોદરા ખાતે બદલી

એનર્જી અને પેટ્રો કેમિકલ ડિપાર્ટમેન્ટ ઉર્જા વિકાસ નિગમ વડોદરાના ડાયરેક્ટર તરીકે મૂકાયા:ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા એસ. કે. મોદીની નર્મદા જિલ્લા કલેકટર તરીકે નિયુક્તિ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજ્ય સરકારે રાજ્યમાં વિવિધ સ્થળો ઉપર ફરજ બજાવતા ૧૦ આઈ.એ.એસ. અધિકારીઓની બદલીઓનો હુકમ કરતાં નર્મદા કલેકટર શ્વેતા તેવટીયાની પણ બદલી થઈ છે. નર્મદા કલેકટર તરીકે સેવા નિયુક્ત થયેલ ૨૦૧૦ કેડરના આઈ.એ.એસ. અધિકારી શ્વેતાતેવટીયાની એનર્જી અને પેટ્રો કેમિકલ ડિપાર્ટમેન્ટ ઉર્જા વિકાસ નિગમ, વડોદરા ના ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.

જયારે તેમની જગ્યાએ ગાંધીનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા એસ. કે. મોદી ની નર્મદા જિલ્લા કલેકટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.


 

(12:16 AM IST)