News of Thursday, 8th August 2024
એક મહિલાનો ભોગ લેવાયા બાદ વન વિભાગ જાગ્યું: માનવ ભક્ષી દીપડાને પકડવા વનવિભાગે સંભવિત વિસ્તારમાં 07 પિંજરા તેમજ 11 ટ્રેપ કેમેરા મુક્યા
ઘટનાના બીજા દિવસે સવારે માનવ ભક્ષી દીપડાને ગામમાં જોતા ગ્રામજનોમાં ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના અંતરિયાળ માંડણઘોળા ચીનકુવા ફળિયાની 2 મહિલાઓ પર માનવભક્ષી દીપડાનો હુમલો કર્યો હતો જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટનાનાને લઈને માનવ ભક્ષી દીપડાને પકડવા વનવિભાગે યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરી અને ગામની ચારે તરફ સંભવિત વિસ્તારમાં કુલ 7 પિંજરા મારણ સાથે મૂકી તેમજ 11 ટ્રેપ કેમેરા મુક્યા જેથી દીપડાની મુવમેન્ટ ખબર પડે જોકે એક મહિલાનો ભોગ લેવાયા બાદ વન વિભાગ જાગ્યું હોય એમ લાગ્યું. આટલું કર્યા બાદ પણ બીજે દિવસે સવારે માનવ ભક્ષી દીપડાને ગામમાં જોઈ ગ્રામજનોમાં ભય જોવા મળ્યો જેમાં ગ્રામજનો એ પીછો કર્યો પણ દીપડો ભાગી ગયો.
ગરૂડેશ્વરના માંડણઘોળા ચીનકુવા ફળિયાની 2 મહિલાઓ મજુરીએથી પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે અધવચ્ચે જંગલ વિસ્તારમાં આ મહીલાઓ પર માનવભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં એક મહિલા દીપડાથી પોતાને છોડાવી ત્યાંથી ભાગી છુટી હતી જ્યારે 37 વર્ષીય સુરવીલાબેન અમરસિંહ વસાવાને દીપડો લગભગ 800 મીટર અંદર જંગલની ઝાડીઓમાં લઈ જઈ એને ફાડી ખાધી હતી, આ દરમિયાન એનું મૃત્યુ થયું હતું.આ ઘટનાને લઈ ગરુડેશ્વર પોલીસ તથા વન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.આ ઘટનાને લઇ ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી ઘટના ની જાણ થતાં રેન્જ ફોરેસ્ટની ટિમ ઘટના સ્થળે પોહચી RFO કેવડિયા રેન્જ પણ પહોંચી ગયા હતા. સ્થનિક લોકોને અને ઘાયલ મહિલાને મળવા ધારાસભ્ય ડો,.દર્શનાબેન દેશમુખ અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ દોડી આવ્યા હતા
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
