<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

નરખડી તથા પોઇચા ગામની સીમમાં ભેંસો ચરાવવા ગયેલ મહિલા પર હુમલો, મારી નાખવાની ધમકી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં નજીવી બાબતે મહિલાને માર મારી ધમકી આપતા ફરિયાદ થઈ છે
    પ્રાપ્ત વિગતો અનુસાર નવનીતભાઇ નાનુભાઇ બારીયા( ઉ.વ.૪૦) ધંધો ખેતી ( રહે.પોઇચા તા-નાંદોદ જી-નર્મદા)  નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમની માતા નરખડી તથા પોઇચા ગામની સિમમા પોતાના ખેતર બાજુ ભેસો ચરાવવા ગયેલ હતી તે વખતે વેચાતભાઇ જેઠાભાઇ વસાવા (રહે.નરખડી તા.નાંદોદ જી.નર્મદા) એ મહિલા સાથે
ભેસો ચરાવવા બાબતે બોલા ચાલી કરી ઝગડૉ કરવા લાગેલા જેથી મહિલા એ ઝગડો કરવાની ના પાડતા વેચાત વસાવા એકદમ ઉશ્કેરાય જઇ તેમના હાથમા રાખેલ લોખંડી પાઇપથી મહિલાને ડાબા હાથે કાંડાથી ઉપરના ભાગે મારી ફેકચર કરી ગડદા પાટુનો માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.


 

(12:18 AM IST)