News of Thursday, 8th August 2024
નર્મદા જિલ્લામાં બે રોડ અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં બે અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નીપજતાં પોલીસે ગુના દાખલ કર્યા છે.
મળતી માહિતી અનુસાર મરનાર રણછોડભાઇ બાલુભાઇ વસાવા (ઉ.વ.૬૪)( રહે. ગામકુવા, નિશાળ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા) નાઓ પોતાની હિરો કંપનીની સ્પ્લેન્ડર મો.સા. નં.GJ-22-L-6315 ની લઇને રાજપીપળા શાક માર્કેટમાં શાકભાજી લઇને વેચવા જતા હતા તે વખતે વિરપોર ત્રણ રસ્તાની આગળ આવેલ નાળા ઉપર આઇશર ટેમ્પો નંબર RJ-19-GH-5985 ના ચાલક નટુભાઇ ડુંગરભાઇ ઠાકોર (રહે.સરખેજ અમદાવાદ)નાએ પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી મો.સા.ને પાછળથી ટક્કર મારી એક્સીડન્ટ કરી પેટના ભાગે કચડી નાંખી તથા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવી મરનાર મો.સા.ચાલકને સજવા બસ સ્ટેન્ડ સુધી ઘસડી લઇ નાશી જતા પકડાઇ જઇ ગુનો કર્યો
જ્યારે બીજી ઘટના નાસરી ગામના ટાકા ફળીયા નજીક રોડ ઉપર બની જેમાં મરનાર સુમિતભાઇ ગોપાલભાઇ તડવી (ઉ.વ.૩૦ )(રહે.પીછીપુરા, મોજરા ફળીયુ તા. ગરૂડેશ્વર જી.નર્મદા )નાઓ પોતાના કબ્જાની ટી.વી.એસ. કંપનીની સ્પોર્ટસ મો.સા. રજી.નં.GJ-22-R-8122 ની લઇને તણખલાથી પોતાના ઘરે જતા હતા અને નાસરી ગામના ટાકા ફળીયા નજીક પહોચતા રોડ ઉપર સામેથી મહેન્દ્રભાઇ ભુદરભાઇ તડવી રહે.નાસરી તા.ગરૂડેશ્વર જી.નર્મદા નાઓએ પોતાના કબ્જાની હોન્ડા કંપનીની લીવો મો.સા.રજી.નં.GJ-22-L-7789 ની પુરઝડપે હંકારી લાવી સુમિતભાઇના કબ્જાની મો.સા.ને સામેથી ટક્કર મારી રોડ ઉપર પાડી દેતા સુમિતભાઈ ગોપાલભાઇ તડવીનાઓને માથામા ગેબીમાર વાગતા નાકમાથી લોહી નિકળતા તેનુ સ્થળ પર મોત નિપજાવી એક્સિડન્ટ કરી નાસી જઈ ગુનો કરતા ઉપરોક્ત બંને અકસ્માત માં આમલેથા અને એકતા નગર પોલીસે ગુનો દાખલ કર્યો છે
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
