<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

હર્ષદમાં ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે સાંસ્‍કૃતિક વનનું લોકાપર્ણઃ પોરબંદરમાં સાંજે અધિકારીઓ સાથે બેઠક

‘‘એક પેડ મા કે નામ'' હેઠળ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે વૃક્ષારોપણઃ પોરબંદરમાં પુર અસરગ્રસ્‍ત વિસ્‍તારના પ્રશ્‍નો હલ કરવા સમીક્ષા બેઠકમાં માર્ગદર્શન આપશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૮: મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ આજે દેવભુમી દ્વારકા અને પોરબંદર જિલ્લાની મુલાકાતે આવી રહયા છે. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ આજે બપોરે હર્ષદ ગાંધવીમાં હરસિધ્‍ધિી સાંસ્‍કૃતિક વનનું લોકાર્પણ કરશે.

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ સાંજે પોરબંદર જઇને કલેકટર કચેરીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને પોરબંદરમાં પુર અસરગ્રસ્‍ત વિસ્‍તારના પ્રશ્‍ન હલ કરવા કાયમી આયોજન સફાઇ અભિયાન વગેરે બાબતે ચર્ચા કરીને માર્ગદર્શન આપશે.

આજે તા.૮ ઓગસ્‍ટના રોજ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવી રહયાં છે. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ હરસિધ્‍ધિ સાંસ્‍કળતિક વન લોકાર્પણ અને સ્‍ટેજ કાર્યક્રમ બાદ પોરબંદર કલેક્‍ટર કચેરી ખાતે સમીક્ષા બેઠકમાં અધિકારીઓને માર્ગદર્શન આપશે.

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ  દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ ગાંધવી ખાતે રાજ્‍ય વન મહોત્‍સવ અને હરસિદ્ધિ  સાંસ્‍કળતિક વન લોકાર્પણ કાર્યક્રમમાં બપોરે સાંસ્‍કળતિક વનનું લોકાર્પણ કરવાના છે ત્‍યારપછી પોરબંદર જવા નીકળશે. મુખ્‍યમંત્રીશ્રીનું પોરબંદર એરપોર્ટ ખાતે સૌપ્રથમ સ્‍વાગત કરવામાં આવશે. હર્ષદ ગાંધવી ખાતે હરસિધ્‍ધિ માતાના મંદિરે સૌ પ્રથમ દર્શન કરી ૨૩મા સાંસ્‍કળતિક વન પરિસરમાં નિરીક્ષણ અને તક્‍તિ અનાવરણ કરશે. ત્‍યારબાદ સ્‍ટેજ કાર્યક્રમ અને એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વળક્ષારોપણ મુખ્‍યમંત્રીશ્રી કરવાના છે.

મુખ્‍યમંત્રીશ્રીની પ્રેરણાથી વન મહોત્‍સવ કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનોએ પણ એક પેડ મા કે નામ હેઠળ વળક્ષારોપણ કર્યું છે તે વન પરિસરનું મુખ્‍યમંત્રી શ્રી નિરીક્ષણ કરશે. હર્ષદ ખાતેના બપોરે ત્રણ કલાક બાદના કાર્યક્રમો પછી સાંજે ૬ વાગ્‍યા આસપાસ મુખ્‍યમંત્રી પોરબંદર કલેકટર કચેરીના સભાખંડમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરશે.

આ બેઠકમાં તાજેતરમાં ભારે વરસાદ બાદ રાજ્‍ય સરકારના માર્ગદર્શનમાં ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તેમજ સ્‍વચ્‍છતા સફાઈ અભિયાન અને સર્વેની કામગીરી અને અન્‍ય અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં કાયમી આયોજનો અંગે મુખ્‍યમંત્રી માર્ગદર્શન આપશે.

(4:25 PM IST)