<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

અમદાવાદના 7 મુખ્ય એન્ટ્રી પોઈન્ટ પર અલગ-અલગ થીમવાળા ગેટ બનાવવામાં આવશે: રેસ્ટોરાં, ગાર્ડન અને કેફે પણ બનાવાશે

ડિઝાઈન ફાઈનલ થયા પછી આ ગેટનું કામ શરૂ કરાશે :AMC દ્વારા એક-એક ગેટ માટે અંદાજે 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે:સનાથલ પાસે સૌરાષ્ટ્રની થીમ, તપોવન સર્કલ પર ઉત્તર ગુજરાતની થીમવાળા ગેટ બને એવી શક્યતા

અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશન એટલે કે, AMC દ્વારા શહેરના 7 મુખ્ય એન્ટ્રી પોઈન્ટ પર અલગ-અલગ થીમવાળા ગેટ બનાવવામાં આવશે. જેમાં લોકો ફરવા આવી શકે તે રીતે ડેવલપલ કરવાની સાથે રેસ્ટોરાં, ગાર્ડન અને કેફે પણ બનાવાશે. 

 અમદાવાદ મનપાના અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા થીમ અંગે પ્રેઝન્ટેશન ચાલી રહ્યું છે. જેમાં ડિઝાઈન ફાઈનલ થયા પછી આ ગેટનું કામ શરૂ કરવામાં આવશે. મહત્ત્વનું છે કે, AMC દ્વારા એક-એક ગેટ માટે અંદાજે 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.

મળતી વિગત મુજબ, અમદાવાદમાં સનાથલ પાસે સૌરાષ્ટ્રની થીમ, તપોવન સર્કલ પર ઉત્તર ગુજરાતની થીમવાળા ગેટ બને એવી શક્યતા છે. AMC દ્વારા સનાથલ સર્કલ, શાંતિપુરા સર્કલ, ચિલોડા સર્કલ, તપોવન સર્કલ, મહેમદાવાદ હાઈવે, ઓગણજ, વૈષ્ણોદેવી જંક્શન પર ગેટ બનાવવા અંગે વિચારણા ચાલી રહી છે.

(11:14 AM IST)