તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
અમદાવાદની એલ.જી હોસ્પિટલમાં દર્દીને સમયસર સારવાર ન મળતા મોત: પરિવારજનોએ હંગામો કર્યો
જમાલપુરમાં અકસ્માત થતા એલ.જી હોસ્પિટલમાં લાવ્યા હતા

અમદાવાદ ખાતે આજે સવારે જમલાપુર વિસ્તારમાંથી એક યુવાનનું અકસ્માત થતા એલ.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પણ એલ.જી હોસ્પિટલ ખાતે ડોક્ટરો સારવાર ન કરતા યુવાનનું મોત થયુ હતુ. તે પરિવાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જેથી પરિવારે એલ.જી હોસ્પિટલ ખાતે હંગામો કર્યો હતો.
અમદાવાદમાં આજે સવારે 7 અનિલભાઈ વાગ્યે ઘરના કામ માટે બહાર જતા હતા. ત્યારે તેમનું અકસ્માત થયો હતો. જ્યારે અકસ્માત થતા તેમને એલ.જી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.પણ ત્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા પરિવારને તેમને દાખલ કરવા કહ્યું હતુ. પણ ડોક્ટરોએ સમયસર સારવાર ન આપતા અનિલભાઈએ મોત થયુ હતુ. અને પરિવારે લાશ ન સ્વીકારતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે અનિલભાઈને એલજી હોસ્પિટલમાં લાવ્યા ત્યારે તેમની હાલત ખૂબ નાજૂક હતી. જ્યારે પરિવાર હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. ત્યારે 1 કલાક સુધી તેમની સારવાર ન કરતા પરિવાર અને ડોક્ટરો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે સિક્યોરિટી ગાર્ડ વચ્ચે પડ્યા હતા. અને ડોક્ટરો અને દર્દીના સંગાઓ મામલો શાંત પડાવાનો પ્રયત્ન કર્યો હતો. તેવામાં એક કલાક બોલાચાલી થતા દર્દીનો મોત થયુ હતુ. અને પરિવારને પોલીસને બોલાવી હતી. અને પોલીસ ઘટના સ્થળ પર પહોચતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
