હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિધવા પેન્શન માટે ૫૦ વર્ષની ઉંમર પછી પુનઃ લગ્ન પ્રમાણપત્ર રજુ નહિ કરવુ પડે
ભાજપ કિસાન મોરચાની રજૂઆત સફળ : સરકારનો આભાર માનતા હિરેન હિરપરા

રાજકોટ તા. ૮ : રાજ્ય સરકારે ૫૦ વર્ષથી ઉપરના વિધવા મહિલાઓને પેન્શન માટે દર વર્ષે પુનઃલગ્ન બાબતનું પ્રમાણપત્ર આપવામાંથી મુકિત મળ્યાનું પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરા (અમરેલી)એ જણાવી સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.
ગુજરાત ભાજપ સરકાર દ્વારા વિધવા માતા - બહેનોને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ દર મહિને રૂા. ૧૨૫૦ની સહાય ચૂકવવામાં આવે છે. રાજ્યમાં ૧૫,૬૬,૨૦૪ કરતા પણ વધુ બહેનોને આ સહાય આપવામાં આવે છે. જે પરિવામાં ઘરના કમાવનાર વ્યકિતનું અવસાન થાય પછી એ પરિવારની સ્થિતિ મુશ્કેલીજનક બનતી હોય છે. રાજ્યમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં આવ્યા પછી આ યોજનાનો લાભ લેતા બહેનોને દર વર્ષે પુનઃ લગ્ન કરેલા નથી એ પ્રકારનો દાખલો દર વર્ષે રજુ કરવો ફરજીયાત છે. ત્યારે ૫૦/૬૦ વર્ષથી મોટી ઉંમરની માતા-બહેનોને આ દાખલો મેળવવામાં મનમાં ક્યાંક કચવાટ થતો કે અમારે આ ઉંમરે આવો દાખલો આપવો પડે તે વ્યાજબી ના ગણાય. ભાજપ પ્રદેશ કિસાન મોરચા દ્વારા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ-કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાને રજૂઆત કરવામાં આવતા જુના નિયમોમાં ફેરફાર કરીને ૫૦ વર્ષથી મોટી ઉંમરની માતા-બહેનોને પુનઃ લગ્ન પ્રમાણપત્રકમાંથી મુકિત આપવાના કરેલા નિર્ણય બદલ રાજ્ય સરકારનો આભાર વ્યકત કરીએ છીએ તેમ હિરેન હિરપરા જણાવે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
