<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

સૌથી એફોર્ડેબલ હાઉસિંગ માર્કેટ બન્‍યું અમદાવાદ : મુંબઈ સૌથી મોંઘુ

અમદાવાદમાં જમીનના ભાવો આસમાને પહોંચ્‍યા છે અને ઘરની કિંમતોમાં પણ વધારો થયો હોવા છતાં

અમદાવાદ, તા.૮: અમદાવાદ અને તેની આસપાસમાં જમીનોના ભાવ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં જમીનના ભાવ વધ્‍યા હોવાના કારણે હાઉસિંગ માર્કેટમાં પણ ભાવ વધારો થયો છે. તેમ છતાં દેશમાં અમદાવાદ સૌથી એફોર્ડેબલ હાઉસિંગ માર્કેટ તરીકે ઊભરી આવ્‍યું છે. દેશના ટોચના આઠ શહેરોમાં અમદાવાદ લોકોને પોષાય તેવું હાઉસિંગ માર્કેટ છે. નાઈટ ફ્રેન્‍ક ઈન્‍ડિયાના રિપોર્ટ પ્રમાણે અમદાવાદમાં એક્‍વિટેડ મંથલી ઈન્‍સ્‍ટોલમેન્‍ટ (EMI)થી આવકનો રેશિયો ૨૧ ટકા છે. જ્‍યારે પુણે અને કોલકાતામાં આ રેશિયો ૨૪-૨૪ ટકા છે. જોકે, આ લિસ્‍ટમાં મુંબઈ જ એકમાત્ર એવું શહેર છે જે ૫૧ ટકા પર થ્રેશોલ્‍ડ કરતાં નજીવું ઊંચું રહ્યું છે. આમ જોવા જઈએ તો મુંબઈવાસીઓની અડધી સેલેરી ચ્‍પ્‍ત્‍ ભરવામાં જ જતી રહે છે.

એફોર્ડેબિલિટી ઈન્‍ડેક્‍સઁ રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૨૪ના થમ હાફમાં એટલે કે જાન્‍યુઆરીથી જૂન ૨૦૨૪માં હોમ એફોર્ડિબિલિટી ક્ષમતા સ્‍થિર રહી છે કારણ કે ૨૦૨૩ના અંતથી વ્‍યાજ દરો સ્‍થિર રહ્યા છે. એફોર્ડેબિલિટી ઈન્‍ડેક્‍સ સરેરાશ પરિવાર માટે EMI અને આવકના ગુણોત્તરને ટ્રેક કરે છે. ઈન્‍ડેક્‍સમાં ૨૦૧૦ થી ૨૦૨૧ સુધી ભારતના આઠ અગ્રણી શહેરોમાં સતત સુધારો જોવા મળ્‍યો હતો, ખાસ કરીને કોરોના રોગચાળા દરમિયાન જ્‍યારે રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા (RBI) એ પોલિસી રેપો રેટ (REPO)ને દાયકાના નીચા સ્‍તરે ઘટાડી દીધો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે, સેન્‍ટ્રલ બેંકે ત્‍યારબાદ વધી રહેલા ફુગાવાને કાબૂમાં રાખવા માટે મે ૨૦૨૨થી શરૂ કરીને નવ મહિનાના સમયગાળામાં REPO રેટમાં ૨૫૦ bpsનો વધારો કર્યો હતો. આનાથી ૨૦૨૨માં શહેરોની એફોર્ડિબિલિટી ક્ષમતા પર અસર પડી હતી. ફેબ્રુઆરી ૨૦૨૩થી REPO રેટ સ્‍થિર રહ્યો હોવાથી, હેલ્‍ધી ઈનકમ ગ્રોથે વધતા ભાવો અને તુલનાત્‍મક રીતે ઊંચા વ્‍યાજ દરોનો સામનો કરવામાં મદદ કરી છે, અને વર્તમાન સ્‍તરે એફોર્ડિબિલિટી ક્ષમતાને પાછી લાવી છે. ૨૦૨૩થી માંગ સતત વધી રહી છે અને ૨૦૨૪ના પ્રથમ હાફમાં મલ્‍ટીયરના ઉચ્‍ચ સ્‍તરે ટકી રહી છે. આર્થિક વળદ્ધિ ટ્રેક પર ચાલુ રહે છે તેના કારણે સ્‍થિર વ્‍યાજ દર નજીકના ગાળામાં ટકી રહેવાની ધારણા છે. રિપોર્ટમાં ઉમેર્યું હતું કે કોરોના રોગચાળો રેસિડેન્‍શિયલ રિયલ એસ્‍ટેટ માર્કેટ માટે ઉત્‍પ્રેરક બન્‍યો જેનાથી પ્રોપ્રર્ટીના ભાવ અને ધિરાણ દરો બંનેના પુનઃપ્રાપ્તિને ટ્રિગર થયા છે અને તેના કારણે માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.

(3:22 PM IST)