તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 8th August 2024
૧૨ મકાન, ૪ પ્લોટ, ૩ કાર અને ૪ બાઇક સહિત કરોડોની મિલકત વ્યાજખોરો પાસેથી પરત અપાવ્યા બાદ પાસામાં સદી નોંધાવનાર અનુપમસિંહ ગેહલોતનો વધુ એક સપાટો
સામાન્ય પ્રજાને પીડનાર વ્યાજખોરો સાવધાનઃ એક દિવસમાં ૫ાંચને પાસામાં પૂરી, લોકોને જાહેરમાં આપેલ વચન નિભાવતા સુરત સીપી અહી ફૂલ સ્ટોપ નહિ, માત્ર અલ્પવિરામ છે, રાત-દિવસ જે બ્રાન્ચ ધણધમી રહી છે તેના સુકાની PCB પીઆઇ આર.એસ.સુવેરા અકિલા સમક્ષ આખા ગુજરાતમાં વાયરલ ઝુંબેશ અંગે રસપ્રદ વિગતો વર્ણવે છે.

રાજકોટ, તા.,૮: લાંબા સમય સુધી રેઢા રહેલ સુરતમાં કાયદો વ્યવસ્થાની શું સ્થિતિ થયેલ તે કહેવાની ભાગ્યે જ જરૂર છે, સુરત સીપી માટે જાહેર અને ખાનગીમાં અનેક નામોની ચર્ચા વચ્ચે પ્રજા અને પોલીસ બન્ને સાથે સંકલન રાખી શકે તેવા સિનિયર આઇપીએસ તરીકે મુખ્યમંત્રી અને ગળહમંત્રીનાં સર્વેમાં એક જ નામ છેવટ સુધી મોખરે રહ્યું, આ નામ એટલે લોકપ્રિય આઇપીએસ અનુપમસિંહ ગેહલોત. સમાજના ટોચના લોકો સાથે ગમે તેટલો ઘરોબો હોય પરંતુ સામાન્ય લોકોની પીડા જેને મન આજે પણ ખૂબ મહત્વની છે તેવા આઈપીએસની પસંદગી કરી.
પ્રજા અને રાજા અર્થાત્ સરકાર બન્નેના વિશ્વાસમાં ખરા ઉતારવા લીધાના ૧૨ દિવસમાં ૪૨, પછી ૧૬ પછી ૧૯ એમ આ સીલસીલો સદી વટાવી ગયો. પરંતુ અમારા હેડ પાસેથી પ્રેરણા મેળવી અમારી ટીમ પણ રાત દિવસ જોયા વગર સતત કાર્યરત રહી તેમ સુરતના pcb પીઆઇ આર.એસ. સુવેરા દ્વારા અકિલા સાથેની વાતચીતમાં અનુપમસિંહ ગેહલોતની કાર્યદક્ષતા અંગે સંખ્યાબંધ દૃષ્ટાંતો અકિલા સમક્ષ વર્ણવેલ.
આખા રાજ્યમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલ વ્યજખોરો વિરુદ્ધની ઝુંબેશમાં વધુ પ વ્યાજખોરો સામે પોલીસ કમિશ્રરશ્રી દ્વારા એમને થયેલ આદેશ મુજબ અમારી ટીમે કાર્યવાહી કરી વિવિધ જેલમાં મોકલ્યા છે, સદી ભલે થયેલ હોય અમારા પોલીસ કમિશનર સામાન્ય પ્રજાના પ્રજા માત્ર જાગળત નહિ, ચિંતિત હોવાથી આ અભિયાનમાં ફૂલ સ્ટોપ આવ્યું નથી, માત્ર અલ્પ વિરામ છે, હજુ અટકવાના નથી.
જે પાંચ લોકો પાસામાં લેવાયા છે તેમાં તરલભાઇ ઢોલ, મુકેશ કુમાર જેન, વિકી ચોહાણ, જીજ્ઞેશ કિશોર ચંદ્ર, અને મનોજ કુમાર જેનનો સમાવેશ છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
