તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
ગોવિંદભાઇ પટેલની સુખડી તુલાઃ સેવાના સંગાથે જન્મદિન ઉજવણી

રાજકોટ તા.૮: જન્મદિવસની વિવિધ પ્રવૃતિ સાથે પુર્વ મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલએ ઉજવણી કરેલ હતી. ગઇકાલે તેમના જન્મ દિવસ નિમિતે સૌ પ્રથમ જય સરદાર યુવા ગ્રુપ દ્વારા ‘‘સુખડી તુલા'' કરવામાં આવેલ જેમાં જય સરદાર ગ્રુપના વાહકો અને બહોળી સંખ્યામાં લતાવાસીઓ હાજર રહેલ તુલા થયેલ સુખડી જનાના હોસ્પિટલ અને ગુંદાવાડી ખાતે આવેલ પદ્મકુંવરબા હોસ્પિટલની પ્રસુતા બહેનો તેમજ સગર્ભા બહેનોને સુખડીનું વિતરણ કરેલ. પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ‘‘એક પેડ માં કે નામ'' ના નરેન્દ્રભાઇ મોદીના સુચનને વધાવતા વળક્ષનું રોપણ કરેલ અને ત્યારબાદ ભીલવાસ ખાતે આવેલ આંગણવાડીના નાના બાળકોને ફુટ વિતરણ કરેલ તેમજ અન્ય આંગણવાડીમાં ફુટનું વિતરણ પારિવારિક ધોરણે ચીમનભાઈ શુક્લ પરિવાર તરફથી કરવામાં આવેલ તેમજ સદભાવના વળદ્ધાશ્રમ ખાતે બપોરનું ભોજન માણસુરભાઇ વાળા દ્વારા આયોજન કરેલ અને તેના સહભાગી ગોવિંદભાઈને બનેલ સાંજના રાજકોટના નગરદેવ શ્રી રામનાથ મહાદેવને ધ્વજા રોહણ કરીને નગરદેવતા પાસે રાજકોટના નગરજનોને સુખી સંપન અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરેલ હતી.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
