<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની કોઇ ચેતવણી નહીં, છૂટોછવાયો ઝરમર વરસાદ વરસશે : હવામાન વિભાગની આગાહી

9 અને 10 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર,જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં હળવો વરસાદ પડશે

અમદાવાદ તા.૮ :  ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે અને આગામી પાંચ દિવસ પણ વરસાદમાં છૂટોછવાયો ઝરમર વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલેકે રાજ્યના એકપણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની કોઇ ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નથી. 

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર 9 અને 10 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર,જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં હળવો વરસાદ થઇ શકે છે. 

11 ઓગસ્ટના રોજ રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવો વરસાદ થઇ શકે છે. 

12 અને 13 ઓગસ્ટના રોજ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા,અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવો વરસાદ થઇ શકે છે.

(5:00 PM IST)