<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

નડિયાદમાં ASI પાંચ લાખની લાંચ લેતા ઝડપાયો :એસીબીની ટ્રેપમાં રંગેહાથ સપડાયા

LIB શાખાનો ASI ભારતગીરી ગૌસવામીએ પોલીસ ક્લિયરન્સ સર્ટીફિકેટ તરફેણમાં આપવા માંગી લાંચ

નડિયાદ પોલીસ અઘીક્ષકની કચેરીમાં એલ.આઇ.બી શાખામાં ફરજ બજાવતા ASI રૂપિયા 5 લાખની લાંચ લેતા રંગેહાથે ACBના છટકામા સપડાયો છે.

નડિયાદ પોલીસ અઘીક્ષકની કચેરીમાં એલ.આઇ.બી શાખામાં ફરજ બજાવતા અનાર્મ એ.એસ.આઇ ભરતગીરી ઈશ્વરગીરી ગૌસવામી આજે ગુરૂવારે રૂપિયા 5 લાખની લાંચ લેતા પકડાયા છે. અમેરિકામાં વસતા ફરિયાદીના દીકરાનો પાસપોર્ટ ગુમ થયો હતો માટે નવો પાસપોર્ટ કઢાવવા ભારતીય એમ્બેસીમાં અરજી કરેલ હતી. અમેરિકાની ભારતીય એમ્બેસીમાંથી અહી ભારતમાં 'પોલીસ ક્લિયરન્સ સર્ટીફિકેટ' અંગે ઈન્કવાયરી આવેલ હોઇ તે અંગેનું સર્ટીફિકેટ ફરિયાદીના દીકરાની તરફેણમાં આપવા માટે આ પોલીસકર્મી ભરતગીરી ઈશ્વરગીરી ગૌસવામી આક્ષેપિતે, ફરિયાદી પાસે પ્રથમ રૂપિયા 40 લાખની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે રૂપિયા 5 લાખમાં સોદો નક્કી થયો હતો. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા નહોતા માટે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો.

દરમિયાન એસીબી પોલીસે  આ લાંચનુ છટકું ગોઠવ્યું હતું. જેમાં ASI ભરતગીરીને ઉત્તરસંડા લાલના કુવા પાસે, સ્ટેશન રોડથી આ લાંચની રકમ રૂપિયા 5 લાખ સ્વિકારતા રંગેહાથે ઝડપી લીધા હતા. એસીબી પોલીસે રૂપિયા 5 લાખની રકમ રીકવર કરી આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવા સાથે લાંચનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  આ કામગીરીમાં ટ્રેપીંગ ઓફીસર એસ.એન.બારોટ પો.ઇન્સ. એ.સી.બી.ફિલ્ડ ૩ ( ઇન્ટે.)
અમદાવાદ અને સુપરવિઝન ઓફીસર એ. વી. પટેલ મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ ૩ (ઇન્ટ.)અમદાવાદ રહ્યા હતા

(8:12 PM IST)