<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

કોંગ્રેસની ન્યાય યાત્રા રાજ્યની શાંતિ ડહોળવા પ્રયાસ : પૂર્વ ડે ,સીએમ નીતિનભાઈ પટેલે આકરા પ્રહાર કર્યા

નીતિનભાઈ પટેલે કહ્યું - અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક :જુના બનાવોને આગળ કરીને કોંગ્રેસ આ રેલી યોજી રહી છે જે યોગ્ય નથી,

અમદાવાદ :કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે ભાજપના નેતા નીતિનભાઈ પટેલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, આખા રાજ્યની શાંતિ ડહોળવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહી છે અને મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક છે. વધુમાં કહ્યું કે, તે મુદ્દાને લઈને રેલી યોજવામાં આવી રહી છે જેના પર સરકાર અને હાઈકોર્ટે પગલાં લીધા છે

   નીતિનભાઈ  પટેલે જણાવ્યું કે, જુના બનાવોને આગળ કરીને કોંગ્રેસ આ રેલી યોજી રહી છે જે યોગ્ય નથી, અનેક કારણો એવા છે કે જેને લઇ કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈ શકે તેમ છે. અસરગ્રસ્તોની સહાનુભૂતિ મેળવવા માટે કોંગ્રેસ રેલી યોજી રહી છે

    નીતિનભાઈ પટેલે કહ્યું કે, રાજ્યમાં હાલમાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી સારી થઈ રહી છે, વર્તમાનમાં ખેડૂતો ખેતીની મોસમમાં ખૂબ જ સક્રિય છે તેમજ વેપારીઓને પણ સારા ધંધા ચાલી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં શાંતિ ડોળવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા નામે યાત્રા કાઢવામાં આવી રહી છે.

આવતીકાલથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે. મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસની ન્યાય યાત્રા યોજાશે. જેમાં આવતીકાલે મોરબીના દરબાર ગઢથી ન્યાય યાત્રાની શરૂઆત થશે, જે ગાંધીનગરના ચાંદખેડા સુધી યોજાશે. રાજોકોટ ગેમઝોન દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ યોજી ન્યાય યાત્રા યોજી રહી છે. તેમજ કોંગ્રેસની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આવે પણ શક્યતા છે.

(9:28 PM IST)