News of Thursday, 8th August 2024
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો 5650 રૂપિયા ભાવ ઉંઝામાં બોલાયો:જાણો અન્ય 29 માર્કટિંગ યાર્ડ શું છે આજે ભાવ ?
ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 661.27 ટન આવક

અમદાવાદ :ગુજરાતની ઉંઝા સહિતની 29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 661.27 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5650 રૂપિયા બોલાયો છે. જ્યારે રાધનપુરમાં 5040 રૂ. અને રાજકોટમાં 4960 રૂપિયા ઉંચો ભાવ બોલાયો છે. તેમજ ગોંડલમાં રૂ.4891 ઉંચો ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 661.27 ટન આવક થઇ છે. મહેસાણા જિલ્લામાં 288.20 ટન, રાજકોટમાં 282, પાટણમાં 28.29, મોરબીમાં 23.10, દેવભૂમિ દ્વારકામાં 8.60, બોટાદમાં 6.70, બનાસકાંઠામાં 4.24, અમદાવાદમાં 4.01, અમરેલીમાં 3.10, સુરેન્દ્રનગરમાં 1.23 અને પોરબંદરમાં 1.10 ટન જીરાની આવક થઇ છે. આ ઉપરાંત ગોંડલ માર્કેટિંગ યાર્ડની વેબસાઈટ અનુસાર આજે ગોંડલમાં જીરાની 211 ક્વિન્ટલ આવક થઇ હતી.
જાણો કયા યાર્ડમાં જીરાનો શું ભાવ રહ્યો?
માર્કેટ ટાર્ડનીચો ભાવઉંચો ભાવઊંઝા41005650રાધનપુર36305040રાજકોટ42304960માંડલ45504932ગોંડલ35004891હારીજ44004850જામ ખંભાલીયા43004850વિરમગામ44004850જામનગર26004845હળવદ42014832થરા41014826વાંકાનેર40004816જસદણ40004800દસાડા-પાટડી44704780ઉપલેટા45004751મોરબી43004750બોટાદ42004745સમી43004700વાવ36874680સાવરકુંડલા41004660ધ્રાંગ્રધ્રા40004625ધાનેરા39004600પાટણ45004551અમરેલી39004550ધ્રોલ35004525ભાણવડ41004500કાલાવડ34704470પોરબંદર43254450ડીસા43814381
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
