હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
Tet 1 અને 2 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર : પરીક્ષાના પરિણામના આધારે ભરતી કરાશે
વર્ષ 2023 પહેલા લેવાયેલી ટેટની પરીક્ષાનું પરિણામ પણ ભરતી માટે માન્ય રહેશે.

અમદાવાદ :Tet 1 અને 2 પાસ ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2023માં લેવાયેલી Tetની પરીક્ષાના પરિણામના આધારે ભરતી કરવામાં આવશે, સાથો સાથ વર્ષ 2023 પહેલા લેવાયેલી ટેટની પરીક્ષાનું પરિણામ પણ ભરતી માટે માન્ય રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષની ભરતી માટે જ 2023 પહેલાની ટેટની પરીક્ષાનું પરિણામ માન્ય રહેશે. આપને જણાવીએ કે, રાજ્ય સરકારે ટેટની પરીક્ષાનું પરિણામ પાંચ વર્ષ અને નેશનલ એજ્યુકેશન પોલિસી લાગુ થાય ત્યાં સુધી અવધી વધારી હતી, જે બાબત ધ્યાને લઈ ચાલુ ભરતીમાં 2023 અને તે પહેલા લેવાયેલી પરીક્ષાનું પરિણામ પણ માન્ય રાખવાનો નિર્ણય કરાયો છે.
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
