હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજ્યના 21 જિલ્લામાં ચાંદીપુરાના 60 પોઝિટિવ કેસ:વધુ એક બાળકનું મોત:કુલ મૃત્યુઆંક 72 થયો
રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-162 કેસો નોંધાયા

અમદાવાદ : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ચાંદીપુરાનો માત્ર એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. જ્યારે પોઝિટિવ કેસમાં વધુ એક દર્દીનો ઉમેરો થવા સાથે વધુ એક બાળકનું ચાંદીપુરાથી મૃત્યુ થયું છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, હાલ રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-162 કેસો છે. જે પૈકી સાબરકાંઠા-16, અરવલ્લી-07, મહીસાગર-04, ખેડા-07, મહેસાણા-10, રાજકોટ-07, સુરેન્દ્રનગર-06, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર- 08, પંચમહાલ-16, જામનગર-08, મોરબી-06, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટા ઉદેપુર-02, દાહોદ-04, વડોદરા-09, નર્મદા-02, બનાસકાંઠા-07, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01 દેવભૂમિ દ્વારકા-02, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-05, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-04, અમદાવાદ-02, જામનગર કોર્પોરેશન-01, પોરબંદર- 01, પાટણ-01, ગીર સોમનાથ-01, અમરેલી-01 તેમજ ડાંગ-01 શંકાસ્પદ કેસો મળેલ છે.
આ તમામ પૈકી સાબરકાંઠા-06, અરવલ્લી-03, મહીસાગર-03, ખેડા-04, મહેસાણા-05, રાજકોટ-03, સુરેન્દ્રનગર-03, અમદાવાદ કોર્પોરેશન-03, ગાંધીનગર-02, પંચમહાલ-07, જામનગર-01, મોરબી-01, દાહોદ- 03, વડોદરા-02, બનાસકાંઠા-02, દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-01, કચ્છ-04, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-01, અમદાવાદ-01, પોરબંદર-01 તેમજ પાટણ-01 જીલ્લા/કોર્પોરેશનમાંથી ચાંદીપુરા કુલ-60 કેસ પોઝિટિવ મળેલ છે.
ગુજરાત રાજ્યના ઉપરોક્ત-162 કેસો પૈકી સાબરકાંઠા-05, અરવલ્લી-03, મહીસાગર-02, ખેડા-02, મહેસાણા- 05, રાજકોટ-04, સુરેન્દ્રનગર-02, અમદાવાદ કોર્પોરેશન-06, ગાંધીનગર-03, પંચમહાલ-07, જામનગર-04, મોરબી-05, ગાંધીનગર કોર્પોરેશન-02, દાહોદ-03, વડોદરા-04, નર્મદા-01, બનાસકાંઠા-04, વડોદરા કોર્પોરેશન- 01, દેવભૂમિ દ્વારકા-01, કચ્છ-04, સુરત કોર્પોરેશન-01, ભરૂચ-01, જામનગર કોર્પોરેશન-01, પાટણ-01 તેમજ ગીર સોમનાથ-01 એમ કુલ-73 દર્દીઓ મૃત્યુ પામેલ છે.
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 11 દર્દી દાખલ છે તથા 78 દર્દીઓને રજા આપેલ છે.
રાજસ્થાનના કુલ-07 કેસો પૈકી 01 કેસ પોઝીટીવ મળેલ છે જેમાં-04 દર્દી દાખલ છે તેમજ-03 દર્દી મૃત્યુ પામેલ છે. જ્યારે મધ્ય પ્રદેશનાં -04 કેસો જેમાં -02 દર્દી મૃત્યુ પામેલ તથા -02 દર્દીને રજા આપેલ છે. તેમજ મહારાષ્ટ્રનો -01 કેસ જેમાં -01 દર્દી દાખલ છે.
આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ 53,323 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે.
કુલ 7,44,192 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ છે
કુલ 1,49,592 કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.
કુલ 30,419 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 7,259 શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.
કુલ 35,336 આંગડવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 7,553 આંગડવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
