હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બે આદિવાસી યુવાનોના મોતના રોષમાં આદિવાસી સમાજ : આજે કેવડીયા એકતનગર બંધ
કેવડીયા આદિવાસી મ્યુઝિયમમાં બે યુવાનોને માર મારતા બંનેનાં મોત નીપજ્યા: એક નાં એક દીકરા ગુમાવનાર આદિવાસી પરિવાર શોકાતુર:નર્મદા પોલીસે 6 હુમલાખોરો સામે ડબલ મર્ડરની કલમ ઉમેરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બની રહેલા આદિવાસી મ્યુઝીયમમાં કામ કરતા 6 લોકોએ કેવડિયા અને ગભાણા ગામના 2 આદિવાસી યુવાનોને બાંધકામ સાઇડ પર જોતા ચોરીની શંકા કરી બંને ને દોરડા વડે બાંધીને માર મારતા એક યુવાન જયેશ તડવી નું મોત ગઈકાલે નિપજ્યું જ્યારે બીજો ગંભીર ઇજાગ્રસ્ત એવા સંજય તડવી ની પૂછપરછ કરી કેવડીયા પોલીસે ફરિયાદ નોંધી એ ફરિયાદી યુવાન બીજે દિવસે મોત નિપજ્યું હતું. બે એક નાં એક યુવાન દીકરાઓના મોત નાં ખબર મળતા ગ્રામજનો સિવિલ હોસ્પિટલ પર પહોંચી ગયા હતા.જ્યારે ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી પરિવાર ને સાંત્વના આપતા મૃતકની માતાને ભેટી ધ્રુસકે ધ્રુસકે દર્શનાબેન પણ રડી પાડયા હતા, હોસ્પિટલ શોકના મોજામાં ફેરવાઈ ગયું હતું.
નર્મદા પોલીસે જયેશ તડવી નું અને બીજા દિવસે સંજય તડવીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. એટલે આં કેશમાં ફરિયાદી હતો તેનું પણ મૃત્યુ થયું હોય ગરુડેશ્વર પોલીસે આ મુદ્દે 6 લોકો વિરુદ્ધ હવે ડબલ મર્ડર ની કલમ ઉમેરી તપાસ હાથ ધરી હતી. વધુ કોણ આરોપી હતા તેમની પૂછપરછ કરવા રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાથ ધરી છે.
નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુમ્બેના જણાવ્યા મુજબ આદીવાસી મ્યુઝીયમમાં બનેલી ઘટના ને પગલે 6 જેટલા લોકોની ધરપકડ કરી છે. હજુ કોઈ આં કેશમાં સંડોવાયેલા જણાશે તો તેઓને આરોપી તરીકે નામ ઉમેરવામાં આવશે.પોલીસ બિલકુલ પારદર્શક તપાસ કરશે મૃતક પરિવાર ને બિલકુલ અન્યાય નહિ થવા દઈએ તેવી વાત કરી હતી.
ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
કેવડીયા ગભાનાં ગામના બે યુવાનો નાં મોતને લઈને રોષે ભરાયેલા ધારાસભ્ય ચૈતર વસાવા બીજે દિવસે પણ સંજય તડવી નાં મોતના સમાચાર સાંભળી રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે કેમ એજન્સીના વ્યક્તિનું કે અધિકારીનું નામ ઉમેરતા નથી કહી રોષ વ્યક્ત કરતા પોલીસ અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે તું..તું.. મે...મે..અને ઘર્ષણ નાં દ્ર્શ્ય સર્જાયા હતા. જોકે બાદમાં પોલીસ ની સમજૂતી બાદ ધારાસભ્ય શાંત પડયા હતા.
મૃતક યુવાનો નાં નામ
1. જયેશ શનાભાઈ તડવી
2.સંજય ગજેન્દ્રભાઈ તડવી
કોની સામે ગુનો નોંધાયો
1. માર્ગીશ હીરપરા
2.દેવલ પટેલ
3. દીપુ યાદવ
4.વનરાજ તાવિયાડ
5.શૈલેષ તાવિયાડ
6. ઉમેશ ગુપ્તા
કયા ગુના લગાવાયા : હત્યા, હત્યાની કોશિશ, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી એમની ધરપકડ કરી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
