તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
જન્માષ્ટમી ગેમ્બલિંગ : સાતમ - આઠમ વખતે પરિવાર સાથે પત્તા રમતા હશો તો પોલીસ પરેશાન નહી કરે
જો પૈસા કમાવાના હેતુથી ફાર્મહાઉસ, હોટલના રૂમમાં અથવા ખાનગી જગ્યાએ લોકોને ભેગા કરીને જુગાર રમાડશે તો આકરા પગલા લેવાશે

અમદાવાદ તા. ૯ : ભૂતકાળમાં નોંધાયા વિનાના એવા અનેક કિસ્સા બન્યા હતા જેમાં સાતમ-આઠમના તહેવાર નિમિત્તે થોડો આનંદ અને થોડી મજા લૂંટવા ખુબ જ નાનો જુગાર રમતા પરિવારોના ફલેટ ઉપર અચાનક કેટલાંક પોલીસો ધસી આવ્યા હતા અને તેઓની પાસેથી ધાક-ધમકી આપીને પૈસા પડાવ્યા હતા. લોકોએ પણ બદનામીથી બચવા આવા ભ્રષ્ટ પોલીસને પૈસા આપી દીધા હતા. અલબત્ત આ એવા કિસ્સા હતા જેની ક્યાંય નોંધ લેવાઇ નહોતી. ગુજરાતમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે પૈસા-પાનાનો જુગાર રમવો એક પ્રકારની પ્રથા અને પ્રણાલિકા બની ગઇ છે, અને રાજયમાં તેને સાતમ-આઠમની ઉજવણી તરીકે ઓળખવામાં આવે છે.
આ વખતે પોલીસ જુગારની બદીને ડામી દેવા કડક હાથે પગલાં લેવા કટિબદ્ધ બની છે. જે વ્યક્તિ પૈસા કમાવાના હેતુથી ફાર્મ હાઉસ ઉપર, હોટલના રૂમમાં કે પછી પોતાના ઘરે અથવા કોઇ ખાનગી સ્થળે લોકોને ભેગા કરીને પૈસા-પાનાનો જુગાર રમાડવાનો પ્રયાસ કરશે તેઓની સામે કડક હાથે કામ લેવા પોલીસે અત્યારથી જ અભિયાન શરૂ કરી દીધું છે. તેમ નવગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.
જોકે પોલીસ વિભાગા વરિષ્ઠ અધિકારીઓનું એમ માનવું છે કે સાતમ-આઠમના તહેવારની ઉજવણીના ભાગરૂપે એક પરિવારના લોકો નાનો જુગાર રમતા હોય તો પોલીસે બહુ ચિંતા કરવા જેવી નથી. ભૂતકાળમાં અમે એવા અનેક કિસ્સા જોયા છે જેમાં પોલીસો સાતમ-આઠમના તહેવારો દરમ્યાન કિ પરિવારના સભ્યો પૈસા-પાનાનો જુગાર રમતા હોય તો તેઓના ઘરે ધસી જઇ તેમની સામે પોલીસ કેસ કરવાની ધમકી આપીને પૈસા પડ઼ાવ્યા હતા, પરંતુ આ વખતે અમને નક્કી કર્યુ છે કે જો કોઇ વ્યક્તિ પૈસા કમાવાના હેતુથી કોઇ ફાર્મહાઉસ, હોટલના રૂમમાં અથવા કોઇ ખાનગી સ્થળે લોકોને ભેગા કરીને જુગારધામ ચલાવવાનો પ્રયાસ કરશે તો એવા લોકોની ખેર નથી, તેઓની સામેલ આકરાં પગલાં લેવામાં આવશે, પરંતુ કોઇની બાતમીના આધારે અમે ફલેટના દરવાજા નહીં ખખડાવીએ એમ શહેર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.
કેટલાંક શહેરીજનોએ નામ નહી આપવાની શરતે જણાવ્યું હતું કે સાતમ-આઠમના તહેવાર નિમિત્તે ઘર-ઘરના સભ્યો ભેગા મળીને પૈસા-પાનાનો જુગાર રમે છે જે એક પ્રણાલિકા બની ગઇ છે. આ લોકો ફક્ત મજા અને આનંદ માટે જુગાર રમતા હોય છે. જન્માષ્ટમીના તહેવારની ઉજવણી રૂપે કેટલાંક પરિવારની મહિલાઓ પણ જુગાર રમે છે, આ લોકો પૈસા જીતવા માટે નહીં પરંતુ ફક્ત મજા કરવા માટે પત્તા રમતા હોય છે.
આ વખતે જો કોઇ શહેરીજન પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને ફરિયાદ કરશે કે કેટલાંક લોકો શોર-બકોર કરીને આસપાસના લોકોને હેરાન-પરેશાન કરી રહ્યા છે તો જ પોલીસ જે તે સ્થળે દોડી જશે
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
