<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

મ્‍યુઝિયમના કર્મચારીઓ પાઇપ, દંડા અને ગરદાપાટુ માર માર્યો હતો

મોબલિચિંગની ઘટના : ચોરીનો હતો આરોપ : આદિવાસી મ્‍યુઝિયમમાં બે યુવાનોને બાંધી માર મારતા બંનેના મોત

નર્મદા તા. ૯ : નર્મદા જિલ્લામાં કેવડિયાકોલોની નજીક ગરુડેશ્વર ખાતે બનતું આદિવાસી મ્‍યુઝિમ વિવાદમાં આવ્‍યું છે.  મ્‍યુઝિયમમાં કામ કરતાં છ શખ્‍સોએ મોડી રાત્રે બે વ્‍યક્‍તિઓને હથિયારોથી માર મારતા બન્નેના મોત નિપજયા હતા. મળતા અહેવાલ પ્રમાણે કેવડિયા અને ગણભા ગામના બે યુવાનો રાત્રે આદિવાસી મ્‍યુઝિયમમમાં ગયા હતાં. બન્ને ચોરી કરવા આવ્‍યા છે, તેવી શંકા રાખીને મ્‍યુઝિયમમાં કામ કરતાં કર્મચારીઓએ બન્ને પકડી લીધા હતા. ત્‍યારબાદ તેમને બાંધી દીધા હતા, મ્‍યુઝિયમના કર્મચારીઓ પાઈપ, દંડા અને ગડદાપાટું માર માર્યો હતો.

આ ઘટના બાદ બન્ને  યુવાનોને ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત હાલતમાં ગરૂડેશ્વરની હોસ્‍પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્‍યા હતા, જયાં એક યુવાનનું  મોત નિપજયું હતું. અન્‍ય યુવાનની સારવાર ચાલી રહી છે. મળતા અહેવાલપ્રમાણે મૃતક યુવાનનું નામ જયેશ તડવી છે અને સારવાર હેઠળ રહેલા યુવાનનું નામ ગજેન્‍દ્ર તડવી છે. જેણે પણ દમ  તોડ્‍યો હતો.

ઘટનાની જાણ થતાં જ જિલ્લાનો પોલીસ કાફલો પહોંચી હતો. જિલ્લા પોલીસ વડાએ હુમલો, એટ્રોસિટિ સહિતા ગુનાઓ દાખલ કર્યા છે. મ્‍યુઝિમમાં કામ કરતાં માર્ગિશ ધીરપડા, દેવલ પટેલ, દીપકકુમાર યાદવ, વનરાજ તાવડિયા, શૈલેષ તાવડિયા અને ઉમેશ ગુપ્તાની ધરપકડ કરી છે.

યુવાનોની હત્‍યા બાદ સ્‍થાનિક રાજકારણ પણ ગરમાયું હતું. નાંદોદ અને ડેડિયાપાડાના ધારાસભ્‍યો સ્‍થળ તેમજ હોસ્‍પિટલમાં દોડી ગયા હતાં. ડેડિયાપાડાના ધારાસભ્‍ય ચૈતરવસાવા મૃતક અને ઈજાગ્રસ્‍ત પરિવારના સભ્‍યોને સહાય આપવા તેમજ મ્‍યુઝિયમ તૈયાર કરનાર અમદાવાદની એજન્‍સી સત્‍યમ કન્‍સ્‍ટ્રક્‍શનને આરોપી બનાવાવની માંગણી સાથે હોસ્‍પિટલમાં ધરણા પર બેસી ગયા હતા.

(10:10 AM IST)