હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 9th August 2024
સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો: સપાટી 129.11 મીટર થઇ
ઉપરવાસમાંથી 3,54,242 ક્યુસેક પાણીની આવક:જાવક માત્ર 39,042 ક્યુસેક: RBPH અને CHPH ટર્બાઇન કાર્યરત:વીજ ઉત્પાદન શરૂ

નર્મદા: રાજ્યમાં મેઘરાજાએ ઘમરોળ્યા બાદ છેલ્લા બે દિવસથી મોટાભાગના જિલ્લામાં વિરામ લીધો છે ત્યારે નર્મદા ડેમની સપાટીમાં વધારો થઇ રહયૉ છે,
સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. મધ્યપ્રદેશનાં 2 ડેમમાંથી પાણી છોડાયું છે. ઉપરવાસમાંથી 3,54,242 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમની સપાટી 129.11 મીટર થઇ છે. પાણીની આવક સામે જાવક માત્ર 39,042 ક્યુસેક છે. RBPH અને CHPH ટર્બાઇન કાર્યરત છે. વીજ ઉત્પાદન શરૂ કરાયું છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
