તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
કાલે મુખ્યમંત્રીના હસ્તે રાજકોટથી તિરંગા યાત્રાનો પ્રારંભ
કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા, સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી રાઘવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરિયા, કુંવરજીભાઇ બાવળિયા, મેયર નયનાબેન પેઢડિયા, સાંસદ ધારાસભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે

રાજકોટ તા. ૯ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં તા. ૮ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જેનાથી દેશભકિતનો જુવાળ ઉભો થયો છે. સાથોસાથ દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપી તેમના કાર્યોને યાદ કરવામાં આવશે.
જિલ્લા વહિવટી તંત્ર, રાજકોટ મહાનગરપાલિકા તથા પક્ષના સંયુકત ઉપક્રમે આવતીકાલે તા.૧૦ નાં સવારે ૯ કલાકે બહુમાળી ભવન, સરદાર ચોક, રાજકોટ ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે 'હર ઘર તિરંગા યાત્રા' અભિયાનનો પ્રારંભ થશે. રાષ્ટ્રભાવના દેશભકિત અને દેશની એકતા-અખંડિતતાને બળવત્તર બનાવવાના આ કાર્યક્રમમાં જે.પી.નડ્ડા અને શ્રી સી.આર. પાટીલ, હર્ષ સંઘવી, રાઘવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરિયા, કુંવરજીભાઇ બાવળિયા, નયનાબેન પેઢડિયા, સાંસદો તથા ધારાસભ્યો, આગેવાનો ઉપસ્થિત રહી 'હર ધર તિરંગા યાત્રા'નો પ્રારંભ કરાવવાના છે. જેમાં સમગ્ર રાજકોટવાસીઓ જોડાશે.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય 'હર ઘર તિરંગા યાત્રા'નું આયોજન કરવામાં આવેલું છે. જેમાં સૌ પ્રથમ આ યાત્રાનો શુભારંભ રાજકોટથી થશે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
