તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
શેત્રુંજી નદીમાં નહાતી વખતે ડૂબી જતાં તલાટી મંત્રીનું મોત : એકની એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી
પાલિતાણાના માયધાર ગામના તલાટી કમ મંત્રી શરદભાઈ ભટ્ટનું શેત્રુંજી નદીમાં નહાવા પડતા ડૂબી જવાથી કરૂણ મોત :લોકો હોસ્પિટલ અને બનાવ સ્થળે દોડી ગયા

પાલિતાણાના માયધાર ગામના તલાટી કમ મંત્રીનું શેત્રુંજી નદીમાં નહાવા પડતા ડૂબી જવાથી કરૂણ મોત થયું હતું. આ બનાવની જાણ થતાં લોકો હોસ્પિટલ અને બનાવ સ્થળે દોડી ગયા હતા. આ બનાવથી મૃતકના પરિવારમાં ભારે અરેરાટી સાથે આઘાત છવાયો હતો.
આ ઘટનાની મળતી વિગત અનુસાર તળાજાના ટીમાણા ગામે રહેતા અને પાલિતાણાના માયધાર ગામે તલાટી મંત્રી તરીકે નોકરી કરતા શરદભાઈ હરગોવિંદભાઈ ભટ્ટ (ઉ.વ.30) ગઈકાલે ગુરૂવારે શેત્રુંજી નદીમાં નહાવા માટે પડ્યા હતા. તે વખતે અચાનક પાણીના ઊંડા ખાડામાં ગરકાવ થઈ જતાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ થતાં શોકની લાગણી પ્રસરી છે. મૃતદેહને પીએમ માટે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં પાલિવાલ બ્રહ્મ સમાજના આગેવાનો, પરિવારજનો સહિતના લોકો હોસ્પિટલ અને સ્થળ પર દોડી ગયા હતા. વધુમાં યુવાન તલાટી મંત્રીનું અકાળે મોત થતાં એકની એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃતકના પિતા અને ભાઈ ખેતી કામ કરી જીવન નિર્વા ચલાવતા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
