તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
મેઘરાજા ફરી ગુજરાતને ઘમરોળશે:15 ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે: અંબાલાલ પટેલ
14 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના :કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા

ફોટો pur નોટિફિકેશન
અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ રાજ્યના છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક ભાગોમાં લોકો બફારાથી ત્રસ્ત છે અને ફરીથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, હાલ રાજ્યના વિવિધ ભાગોમાં પડી રહેલા વરસાદી ઝાપટા આગામી દિવસોમાં વધી શકે છે.14 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ સિવાય ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે.
જે બાદ 15 ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. જેથી 17 થી 24 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા ફરીથી ગુજરાતને ઘમરોળશે. આ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ વરસી શકે છે. આમ ઓગસ્ટ મહિના દરમિયાન કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાથી કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે.
આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન રાજ્યના 79 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ 37 મિ.મી વરસાદ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં નોંધાયો છે. આ સિવાય બનાસકાંઠા જિલ્લાના વડગામમાં 27 મિ.મી. અને ખેડાના મહેમદાવાદમાં 24 મિ.મી વરસાદ વરસ્યો છે. ખાસ વાત એ છે કે, ઉપરોક્ત ત્રણેય તાલુકાઓમાં નોંધાયેલો વરસાદ છેલ્લા 2 કલાકમાં જ ખાબક્યો છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
