તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
બે આદિવાસી યુવાનોના મૃત્યુ ની ઘટના બાદ નર્મદા પોલીસે સઘન તપાસ માટે ઘટના નું રિકન્ટ્રક્શન કર્યું

( ભરત શાહ દ્વારા )રાજપીપળા : કેવડિયા એકતાનગર ખાતે બની રહેલા આદિવાસી મ્યુઝિયમ ના બાંધકામ સાઈડ પર બે આદિવાસી યુવાનો કેવડીયા અને ગાભાના ના જયેશ તડવી અને સંજય તડવી બંને ના મૃત્યુ થતા નર્મદા પોલીસ દ્વારા ખુબજ બારીકાઇ થી તપાસ કરવામાં આવી રહી છે. જયારે સંજય તડવી ઈજાગ્રસ્ત હતા ત્યારે તેમનું વિડીયો રેકોર્ડિંગ સાથે નિવેદનો લેવાયા આ સાથે પેનલ ડોકટરો સાથે પી.એમ કરવામાં આવ્યું એટલું જ નહિ આ મારવા વાળા જે 6 લોકોની પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે તેમની સાથે બીજા કોણ મારવામાં સામેલ હતા કે મારો મારો કહેવા વાળા હતા કયાં કયા સાધનો મારવામાં ઉપયોગ કર્યો હતો અને કેવીરીતે માર્યા બાંધ્યા આ તમામ બાબત ની શોધખોળ માટે 6 આરોપીઓ તરીકે પોલીસે જેમની ધરપકડ કરી છે. તેમને લઈને પોલીસે ઘટનાનું રીકન્ટ્રક્શન કર્યું હતું.
ટ્રાઈબલ મ્યુઝિયમ કરોડો રૂપિયા ના ખર્ચ બની રહ્યું છે સાઈડ ઉપર સીસીટીવી નથી એટલે ટ્રાઈબલ મ્યુઝિયમ માં આરોપીઓને લાવી રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું. સરકાર નો આદેશ છે કે કરોડો ના પ્રોજેક્ટ માં સીસીટીવી લગાવવા આવ્યા નથી એટલે પોલ્સે તમામ ને ટ્રાઈબલ મ્યુઝિયમ માં લાવવામાં આવ્યા હતા. જેમાં નર્મદા જિલ્લા પોલીસ અને ડી વાય એસપી મળીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. આરોપીઓ કેવી રીતના યુવાનો ને માર્યા અને કઈ વસ્તુ ઓથી ઈજા પહોંચાડી તેની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
