તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
રાજપીપળાની શ્રી એમ.આર.વિદ્યાલયમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: તારીખ ૯મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજપીપળાની શ્રી એમ.આર.વિદ્યાલયમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ હતી. પ્રાર્થના હોલમાં સુંદર પ્રાર્થના બાદ શાળાની વિદ્યાર્થીનીઓએ આદિવાસી ગીતો રજૂ કર્યા હતા. બી.એડ્. તાલીમાર્થી ભાવિકાબેન તડવી દ્વારા યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસનો પ્રારંભ કેવી રીતે થયો તેની જાણકારી આપવામાં આવી હતી. જ્યારે શાળાના શિક્ષક નીતિનભાઈએ આદિવાસી પોશાકમાં પોતાની આદિવાસી ભાષાના લહેકામાં દિન વિશેષ વક્તવ્ય રજૂ કર્યું હતું.
શાળાના આચાર્ય યોગેશભાઈ વસાવા એ નંદપુર હાલ નાંદોદના ભીલરાજા નંદરાજા કે જેવો આજથી 500 વર્ષ પહેલા જૂના રાજપીપળા ખાતે રાજ કરતા હતા ત્યાર બાદ વેરીસાલજી રાજાએ સદર રાજ્ય જીતી લઈ રાજપીપળા શહેર વસાવ્યું હતું તેનો ઇતિહાસ દોહરાવ્યો હતો તથા રાજપીપળા વિસ્તારમાં થઈ ગયેલા મહાન સાધુ સંતોના ઇતિહાસની પણ ઝાંખી કરાવી હતી.
શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા મામલતદાર કચેરી સર્કલ પર સ્થિત નંદરાજાની પ્રતિમા પર ફૂલહાર અને પુષ્પ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
