<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

રાજપીપળા LIC ની ઢીલી કામગીરીથી મહિલા હેરાન:તાત્કાલિક લોનની જરૂરિયાત બાદ પણ ધક્કે ચઢતી મહિલા

પોતાની વીમા પોલિસી ઉપર લોન લેવા અરજી કર્યા ના ત્રણ દિવસ બાદ લોન ના રૂપિયા મળ્યા:તમારી કામગીરી પ્રોસેસ માં છે, ઓનલાઇન તમારા ખાતામાં રૂપિયા જમાં થઈ જશે કહી એક દિવસના બદલે ત્રણ દિવસ બગડતા મહિલામાં રોષ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:દેશમાં અનેક વિમાં કંપનીઓ હાલ અસ્તિત્વમાં છે પરંતુ જૂની અને નામચીન ગણાતી લાઇફ ઇનસ્યોરાન્સ કંપની પર લોકો ભરોસો મૂકી પોતાનો વીમો ઉતારતા હોય છે પરંતુ આ કિસ્સામાં નામ બડે ઓર દર્શન ખોટે જેવો ઘાટ જોવા મળ્યો હતો
  મળતી માહિતી અનુસાર રાજપીપળા દરબાર રોડ પર રહેતા જાગૃતિબેન શાહ નામના LIC ના ગ્રાહક ના જણાવ્યા મુજબ તેમણે વર્ષો પહેલા LIC માંથી વીમો લીધો અને રેગ્યુલર તેનું દર ત્રણ મહિને પ્રીમિયમ પણ ભરે છે પરંતુ હાલમાં તેમને આર્થિક કટોકટી આવતા તેમણે પોતાની વીમા પોલિસી પર અમુક ટકા લોન મળતી હોવાની માહિતી મળતાં તેઓ LIC ઑફિસ પર ગયા અને ત્યાંના કર્મચારી ના કહ્યા મુજબ નિયમ મુજબ બધા દસ્તાવેજો આપી લોન ની અરજી કરી, ત્યાંના કર્મચારી ના જણાવ્યા મુજબ લોન ના રૂપિયા એકાદ દિવસ માં તેમના ખાતા માં જમાં થઈ જશે, જેથી તેઓ રાહ જોઈ બેઠા, જાગૃતિબેન ને તાત્કાલિક રૂપિયા ની જરૂર હોવાથી તેમણે લોન માટે અરજી કરી હતી, જેમાં ત્રણ દિવસ બાદ પણ તેમના ખાતા માં રૂપિયા જમાં નહિ થતા આખરે કંટાળી તેમણે LIC ઓફિસ પર જઈ તપાસ કરી તો જાણવા મળ્યું કે હજુ તો ત્યાંથી ઓનલાઇન બેંક માં કોઈ
કાર્યવાહી જ કરવામાં આવી નથી જેથી તાત્કાલિક જરૂરિયાતવાળા જાગૃતિબેન અકળાયા બાદ બીજા દિવસ એટલેકે અરજી કર્યાના ચોથા દિવસે તેમના ખાતા માં રૂપિયા જમાં થયા.

 કોઈ બિમાર હોય તો LIC વાળાની આળસમાં તેનો ભોગ લેવાઈ જાય

જાગૃતિબેન ના જણાવ્યા મુજબ મારે તાત્કાલિક રૂપિયા ની જરૂરિયાત હતી માટે મે લોન માટે અરજી કરી પરંતુ કંપની ની ઢીલી કામગીરી માં ચાર દિવસ નીકળી ગયા જો કોઈ ઇમરજન્સી માં બિમાર હોય અને તાત્કાલિક રૂપિયા ના મળે તો તેનો ભોગ લેવાઈ જાય, દેશમાં અનેક વીમા કંપનીઓ છે ત્યારે આવા હરીફાઈ ના જમાના માં આટલી મોટી LIC ના કર્મચારીઓ એ પોતના ગ્રાહકો ની તકલીફ ને સમજી પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવી જોઈએ નહિ તો ગ્રાહકો નો વિશ્વાસ ઉઠી જશે

(10:46 PM IST)