તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
વાપીના સેલવાસ રોડ પર ખાડાના કારણે એક યુવતીનું મોતના મુખમાં ધકેલાઈ: જુઓ વિડિઓ
ખાડાઓને ટાળવા જતા યુવતી ટ્રકની અટફેટે આવતા માથું ટ્રકના ટાયરો નીચે આવી જતા મૃત્યુ:ઘટના સીસીટીવીમાં કેદ

તંત્રની બેદરકારીનો ભોગ બની યુવતી.... pic.twitter.com/DzglkVgHhI
— jaydeep shah (@jaydeepvtv) August 9, 2024
વાપી :વરસાદી સિઝનમાં ઠેર ઠેર ખાડાઓનું વરચસ્વ થઇ ગયુ છે. ત્યારે આ ખાડાઓ સામે તંત્રના અધિકારીઓ કોઇ પગલા ભરી રહ્યા નથી. જેનો ભોગ જનતા બની રહી છે. ત્યારે વાપીના સેલવાસ રોડ પર ખાડાના કારણે એક યુવતીનું મોતના મુખમાં ધકેલાઈ ગઇ હતી.
સીસીટીવી કેમેરામાં કેદ થયેલ દ્રશ્યોના આધારે રસ્તામાં પડેલ ખાડાઓને ટાળવા જતા યુવતી ટ્રકની અટફેટે આવ હતી.જેનું માથું ટ્રકના ટાયરો નીચે આવી જતા તેનું મૃત્યુ થયું હતુ.
વાપીના સેલવાસ રોડ પર મસમોટા ખાડાઓ છેલ્લા કેટલાક સમયથી પડી ગયા હોવા છતા બેદરકાર અધિકારીઓ દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. ત્યારે આ બેદરકારીનો ભોગ યુવતી થઇ હતી.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
