તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
કોંગ્રેસની ન્યાય યાત્રામાં પીડિતો જોડાયા નહીં : સુરત અને રાજકોટના પીડિતોએ કહ્યું - માત્ર કોર્ટ ન્યાય કરશે
પીડિત પરિવારોનું કહેવું છે કે, તેમને સ્પેશિયલ PP ફાળવ્યા, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની માગ સ્વીકારાઈ છે

ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિતો અને સુરતના તક્ષશિલા અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. ન્યાય યાત્રામાં પીડિતો જ ન જોડાયાનું સામે આવ્યું હતું.
સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડના પીડિતોને યાત્રામાં જોડાવા આમંત્રણ અપાયું પણ તેમણે ઠુકરાવ્યું હતું અને કહ્યું હતું કે ન્યાય માત્ર કોર્ટ કરશે.
મદદ કરવી હોય તો ન્યાયિક પ્રક્રિયામાં મદદ કરે. તો રાજકોટના હાલમાં જ થયેલા અગ્નિકાંડના પીડિતોએ પણ આમંત્રણ ઠુકરાવ્યું હતું.
પીડિત પરિવારોનું કહેવું છે કે, તેમને સ્પેશિયલ PP ફાળવ્યા, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની માગ સ્વીકારાઈ છે. સાથે જ તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, અમે સરકાર પાસે ન્યાયની માગ કરી હતી કોંગ્રેસ કે ભાજપ પાસે નહીં.
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
