<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

વર્ક પરમિટના નામે 22 લાખ પડાવ્યા : પોર્ટુગલના વિઝા આપવાનો કર્યો વાયદો:ચાંદખેડાનો પરિવાર ભોગ બન્યો

કૌશિક પરમાર નામના પોસ્ટમેને સરતાજસિંહ નામના વ્યક્તિ વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 22 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

 અમદાવાદના ચાંદખેડાના પરિવાર સાથે વિદેશ મોકલવાના નામે 22 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. કૌશિક પરમાર નામના પોસ્ટમેને સરતાજસિંહ નામના વ્યક્તિ વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 22 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે

જેમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેમણે પોતાના પરિવાર માટે પોર્ટુગલના વર્ક પરમિટ માટે એપ્લાય કર્યું હતું.

જેથી આરોપીએ 22 લાખ લઇ પરિવારને આર્મેનિયા ટૂરિસ્ટ વીઝા પર મોકલી ત્યાંથી પોર્ટુગલના વીઝા અપાવવાની ખાતરી આપી હતી.

  જેમાં આરોપીએ 16 લાખ રોકડ અને 6 લાખ ગૂગલ પેથી ટ્રાન્સફર કરાવ્યા હતા. જે બાદ આરોપીએ 21 દિવસના આર્મેનિયાના ટૂરિસ્ટ વીઝા આપીને છેતરપિંડી આચરી છે. જેથી ચાંદખેડા પોલીસે સરતાજસિંહ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.

(12:37 AM IST)