તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટી વધીને 132.46 મીટરે પહોંચી : બે દિવસમાં છલકાઈ તેવી શકયતા
ઉપરવાસમાંથી 2.92 લાખ ક્યુસેક પાણીની આવક:નર્મદા ડેમમાં 3,823 MCM લાઈવ સ્ટોરેજ પાણી

અમદાવાદ : ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. નર્મદા ડેમની સપાટી 132.46 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 6 મીટર દૂર છે. 24 કલાકમાં 1.32 મીટર ડેમની જળસપાટી વધી છે. ઉપરવાસમાંથી 2.92 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમમાં 3,823 MCM લાઈવ સ્ટોરેજ પાણી છે. આગામી એક-બે દિવસમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઇ જાય તેવી શક્યતા છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ 9 ઓગસ્ટે 75 ટકાને પાર કરી ગયો હતો. 9 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે સ્ટોરેજ 75.14 ટકા હતું છે. તેમજ પ્રવાહ 3.03 લાખ ક્યુસેકથી વધુ હોવાથી તે ઝડપથી વધી રહ્યો છે.સરદાર સરોવર નિગમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર ચેતવણીના તબક્કે પહોંચી ગયું છે. પરિણામે, પાણીનું સ્તર ઘટાડવા માટે રિવર બેડ પાવર હાઉસ (RBPH)દ્વારા લગભગ 28,464 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
