News of Saturday, 10th August 2024
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે દેશવ્યાપી કાર્યયોજના બનશેઃ રાજયપાલ
હરિયાણામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ પ્રસંગે આચાર્ય દેવવ્રતજીનું ઉદબોધન

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૦ :.. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, આપણે ઉત્પાદન વધારવાના લોભમાં ખેતરોમાં અંધાધૂંધી ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરી રહ્યા છીએ. જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી સમસ્યાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં જો આપણે આવનારી પેઢીઓને શુદ્ધ પાણી, ખોરાક અને હવા પ્રદાન કરવી હશે, તો પ્રાકળતિક ખેતી અપનાવવી પડશે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી મુરથલ સ્થિત દીનબંધુ છોટૂરામ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટી ખાતે ‘પ્રાકળતિક ખેતી સંવાદ' કાર્યક્રમમાં ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યા હતા.
ખેડૂતોને સંબોધતા તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર પ્રાકળતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યું કે, ગત દિવસોમાં દિલ્હીમાં યોજાયેલા દેશભરના રાજ્યપાલોના સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ પ્રાકળતિક ખેતીને સમગ્ર દેશમાં પ્રોત્સાહન આપવા માટે નીતિ આયોગને કાર્યયોજના તૈયાર કરવા માટે સૂચનાઓ આપી છે.
આ અવસરે ખેડૂતો દ્વારા પ્રાકળતિક કળષિ ઉત્પાદનોના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સંકુલમાં ‘એક પેડ માં કે નામ' અંતર્ગત વળક્ષારોપણ પણ કર્યું હતું
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
