તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
ઇતિહાસ સજર્યો... ૩૪૦ માથાભારે પાસાના પીંજરે પુરાયા બાદ વધુ ૧ ડઝન લોકો પાસામાં પુરાતા ખળભળાટ
પ્રજાને પીડનાર તત્વો સમાજ વચ્ચે નહિ જેલમાં હોવા જોઇએ એવી થિયરીમાં વિશ્વાસ કરતા સુરત સીપી માત્ર વિચાર કરીને નહિ અમલવારી કરાવવામાં વિશ્વાસ રાખે છેઃ પીઆઇ આર.એસ. સુવેરા : સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં બાધારૂપ બને તેવા ખાનગી રિપોર્ટ આધારે પીસીબી બ્રાન્ચની તાકીદની દરખાસ્તના પગલે અનુપમસિંહ ગેહલોત દ્વારા મંજુરીની મોહર ભીતરી કથા

રાજકોટ તા.૧૦: રેઢા પડેલ સુરતની કથળેલી કાયદો વ્યવસ્થા પોલિસને સાથે રાખી લોકોમાં વિશ્વાસ પેદા થાય તે રીતે તમામ મોરચે ઝુંબેશ શરૂ કરનારા પોલીસ કમિશનર અનુપસિંહ્ ગેહલોત દ્વારા સુરત શહેરની કાયદો વ્યવસ્થા, તેની ખાસિયત, પીઆઇ સહિતના સ્ટાફની માહિતી મેળવી, ટોચના અધિકારીઓ પછી ખૂબ અનુભવી એવા પીસીબી પીઆઇ આર.એસ. સુવેરા સાથે ચર્ચા કરી, હવે અસામાજિક તત્વો સામે કોઈ દવા નહિ સીધી સર્જરી અર્થાત્ પાસા હેઠળ જેલમાં ધકેલવા છે, એમ આડકતરી રીતે જણાવેલ.
પોલીસ કમિશનર ચેમ્બરમાંથી બહાર આવી તુરંત પીસીબી સ્ટાફની બેઠક રાખી , હવે ઓફિસ પર આવવાનો સમય ફિક્ષ પણ ઘેર જવાનો સમય નિヘતિ નહિ રહે તેવું જણાવી , દરેક પોલીસ મથક પાસેથી આવા તત્વોની યાદી મંગાવી તેના ગુન્હાની વંશાવળી શરૂ કરવા વિશેષ ટીમો બનાવી, બીજી ટીમ આવી માહિતી આધારે પુરાવા સાથે સીપી દ્વારા અમોને જે ગાઈડલાઈન અપાયેલ તે મુજબ દરખાસ્ત તૈયાર કરવા સાથે , વિશેષ માહિતી પણ એકઠી કરેલ, પીસીબી ઓફિસ રાઉન્ડ ધ કલોક ધમધમવા લાગેલ, ખુદ સીપી સાહેબ પણ રાતે ૧૨ વાગ્યે માહિતી માંગે અને ઓફિસ ચાલુ હોવાથી તુરંત પ્રોગ્રેશ રિપોર્ટ અમે તુરંત આપતા અને રેકોર્ડ બ્રેક સમયમાં પોલીસ કમિશનર દ્વારા ૩૪૦ લોકોને પાસાનાં પીંજરે પૂરી દીધા , એમ ઐતિહાસિક સિદ્ધિ પાછળની રસપ્રદ કથા અકિલા સમક્ષ વર્ણવતા પીસીબી પીઆઇ આર.એસ સુવેરાએ જણાવ્યું હતું.
તેઓએ જણાવેલ કે પોલીસ કમિશ્નરશ્રી દ્વારા સામાન્ય પ્રજાને પરેશાન કરનાર તત્વો લોકો વચ્ચે નહિ જેલમાં હોવા જોઈએ, એ સૂત્ર અમારી આખી ટીમે ગંભીરતાથી લેતા અસામાજિક તત્વોમાં મોટા ભાગે ફફડાટ મચી ગયો છે. સ્વાતંત્ર પર્વ જેવા દેશભક્તિના પર્વ પર કેટલાક હજુ બીજાનું જોઇ સુધર્યા ન હોય તેવી માહિતી પોલીસ કમિશનરશ્રી સુધી પહોંચતા અમારી ટીમ દ્વારા આવા લોકોની રેકી કરી, સંબંધક પોલીસ મથક પાસેથી માહિતી મેળવી તાકિદની દરખાસ્ત આધારે જેલમાં મોકલવા સાથે વ્યાજખોરો મળી કુલ ૧ ડઝન વિશેષ કુખ્યાત તત્વો જેલમાં પૂરી દેવાતા લોકો પોલીસ કમીશનર પર સતત રૂબરૂ, ફોન વિગેરે દ્વારા અભીનંદન વર્ષાવે છે ત્યારે પોલીસની મહેનત સફળ થયાંનો સંતોષ થાય છે તેમ પીસીબી પીઆઇ આર એસ સુવેરા અકિલા સમક્ષ વિશેષમાં જણાવેલ.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
