<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

હવે FSIના ચાર્જની નીતિ ઘડાશે : હપ્‍તા - વ્‍યાજ માટે નિયમો બનાવવા દરખાસ્‍ત

આવતા સપ્‍તાહે અટલ સરોવર ખાતે સ્‍ટેન્‍ડીંગ કમિટિ બેઠક : અમદાવાદ, સુરત તથા રૂડાની જેમ એફએસઆઇ તથા ઇન્‍ક્રીમેન્‍ટલ ચાર્જીસમાં સરળ હપ્‍તાની વિચારણા : પ્રથમ વખત રાજકોટમાં લાગુ કરવા દેવાંગ દેસાઇ અને જયમીન ઠાકરની સૂચના

રાજકોટ તા.૧૦ અમદાવાદ અને સુરત મહાપાલિકા ઉપરાંત રૂડા કચેરી દ્વારા પણ હાલ બિલ્‍ડરોને નવા બાંધકામમાં ચાર્જેબલ એફએસઆઇ તથા ઇન્‍ક્રીમેન્‍ટલ ચાર્જીસમાં સરળ હપ્તા કરી આપવામાં આવે છે. ત્‍યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ હવે એફએસઆઇના ચાર્જની નીતિ ઘડાશે અને હપ્‍તા વ્‍યાજ માટે નિયમો બનાવવા મ્‍યુનિ. કમિશનર દ્વારા દરખાસ્‍ત કરવામાં આવી છે ત્‍યારે આવતા સપ્‍તાહે મળનાર સ્‍ટેન્‍ડીંગ કમિટિની બેઠકમાં આ અંગે નિર્ણય કરાશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ ત્રણેય ઝોનમાં ટાઉન પ્‍લાનિંગ એન્‍ડ ડેવલપમેન્‍ટ શાખા તથા મધ્‍યસ્‍થ શહેરી વિકાસ ખાતું દ્વારા કોમ્‍પ્રીહેન્‍સીવ જનરલ ડેવલોપમેન્‍ટ કંટ્રોલ રેગ્‍યુલેશન-૨૦૧૭ હેઠળ નવા બાંધકામોને મંજૂરી આપવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ એન્‍ડ ડેવલપમેન્‍ટ શાખા તથા મધ્‍યસ્‍થ શહેરી વિકાસ ખાતા દ્વારા રજુ થયેલ પ્‍લાનોની ચકાસણી કરી જરૂરી એફ.એસ.આઈ.નાં ચાર્જીસ વસુલવામાં આવે છે. વિકાસનાં કામો કરવા માટે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનીયમ-૧૯૭૬ની કલમ-૭૯ મુજબ ઇન્‍ક્રીમેન્‍ટલ ચાર્જીસની રકમ રજાચિઠ્ઠી આપતાં પહેલાં વસુલવામાં આવે છે. અમુક કિસ્‍સાઓમાં આવી રકમ ખુબ જ મોટી હોવાથી અવાર-નવાર જમીન માલિકો દ્વારા કુલ રકમનાં હપ્તા કરી આપવા રજુઆતો કરવામાં આવે છે. કોર્પોરેશનમાં હાલ આવી રકમના હપ્તા કરી આપવા કોઈ ચોક્કસ નીતિ નથી.

રાજકોટ સિવાય સુરત મહાનગરપાલિકા, અમદાવાદ મહાનગરપાલિકા તથા રૂડા કચેરી દ્વારા ચાર્જેબલ એફ.એસ.આઈ. તથા ઇન્‍ક્રીમેન્‍ટલ ચાજશ્નસની રકમના હપ્તા કરી આપવા અલગ-અલગ નીતિઓ અપનાવવામાં આવે છે.

ચાર્જેબલ એફ.એસ.આઈ.ની વધારાની રકમ ભરપાઈ કરવા માટે તથા મંજુર તથા અમલી નગર રચના યોજનાઓમાં ઇન્‍ક્રીમેન્‍ટલ ચાર્જીસની રકમ ભરપાઈ કરવા માટે તેમજ વહીવટી સરળતા થઇ શકે તે માટે નીતિવિષયક કાર્યપદ્ધતિ વિગેરે નક્કી કરવા મ્‍યુનિસીપલ કમિશનરને સત્તા આપવા અંગે સ્‍થાયી સમિતિ સમક્ષ દરખાસ્‍ત કરવામાં આવી છે

(4:54 PM IST)