<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

નવસારીમાં પતરાના મકાનમાં રહેતા પરિવારને ડીજીવીસીએલ દ્વારા અધધ 20 લાખનું વીજ બિલ પધરાવ્યું

રેગ્યુલર બિલ કરતાં હજાર ઘણું વધુ બિલ આવતા પરિવારનો પણ ચોકી ગયા

નવસારી તા.૧૦: વધુ એકવાર DGVCLની ઘોર બેદરાકારી સામે આવી છે. બીલીમોરામાં ઘરનું 20 લાખનું બિલ આવ્યું છે. રેગ્યુલર બિલ કરતા એક હજાર ગણું વધુ બિલ આવતાં પરિવારજનો ચોંકી ઉઠ્યા છે. 2 મહિનાનું 20 લાખ બિલ આવતા પરિવારના હોશ ઉડી ગયા છે.

ઘરમાં માત્ર 4 પંખા 1 ફ્રીઝ 1 ટીવી અને 8 ટ્યુબ લાઈટ તેમજ પાણીની મોટરનો વપરાશ કરતા ઘર માલિકને અધધધ બિલ આવ્યું છે. પરિવારનું આજીવન લાઇટબીલ કદાચ 1 લાખ ન થાય એવા પરિવારને 20 લાખ રૂપિયાનું બિલ પકડાવ્યું છે.

બીલીમોરા શહેરના ખાડા વિસ્તારમાં રહેતા અશોકભાઈ સુક્કર ભાઈ પટેલને રગ્યુલર બિલ કરતા હજાર ગણું લાઈટ બિલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પધરાવ્યું છે.

બિલ બાબતે ઘર માલિકે DGVCLનો સંપર્ક કરતા અધિકારીએ આજે રજા હોય સોમવારે અરજી આપવી ત્યાર બાદ જોઈશું એવો ઉડાવ જવાબ આપ્યો હતો.

માત્ર 2 મહિનાનું 20,00,000 રૂપિયાનું વીજ બિલ જોઈ ઘર માલિકના હાજા ગગડી ગયા છે.

 

(4:58 PM IST)