<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

પાટણના ભેમોસણ ગામે વીજ કરંટથી દોઢ વર્ષના બાળકનું મોત

રમતા-રમતા મોટરનો વાયર અડી જતાં માસૂમ ત્યાં જ ચોંટી ગયો માતા ન્હાવા માટે ગઈ હતી

પાટણ જિલ્લાના ભેમોસણ ગામમાં દોઢ વર્ષના બાળકનું વીજ કરંટથી મોત થયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાટણ જિલ્લાના ભેમોસણ ગામામાં અભેસંગજી ઠાકોર પત્ની અને દોઢ વર્ષના પુત્ર મિતેશ સાથે રહે છે. આજે મિતેશ ઘર નજીક રમતો હતો, ત્યારે તેની માતા ન્હાવા માટે ગઈ હતી. આ દરમિયાન મિતેશ રમતા-રમતા ઘર નજીક આવેલ પાણીની ટાંકી પાસે પહોંચ્યા હતો. જ્યાં મૂકેલી ઈલેક્ટ્રિક મોટરના વીજ વાયરને અડી જતાં મિતેશને કરંટ લાગ્યો હતો અને તે ત્યાં જ ચોંટી ગયો હતો.

જ્યારે માતાએ બાળકને ઢળી પડેલો જોતા બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જે બાદ મિતેશને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાના પગલે પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે.

અગાઉ જૂન મહિનામાં આવો જ એક બનાવ છત્તીસગઢમાંથી સામે આવ્યો હતો. જેમાં લાઈટો જતી રહી હતી. આ સમયે માતા ઘરમાં આરતી કરી રહી હતી અને 7માં ધોરણમાં ભણતો પુત્ર કુલરમાં પાણી નાંખી રહ્યો હતો. જો કે અચાનક લાઈટો આવતા પુત્ર બેભાન થઈને ઢળી પડ્યો હતો. જેથી આસપાસના લોકો બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો

(6:45 PM IST)