<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

ગુજરાતમાં વધુ એક સરકારી ભરતી:ફાયરમેન-કમ ડ્રાઈવરની 117 પોસ્ટ માટે ભરતીની જાહેરાત: કાલથી અરજી પ્રર્કિયા શરૂ

ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in તારીખ 11 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2024ના સમયગાળા દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે

અમદાવાદ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળની રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરમેન-કમ-ડ્રાઈવર, વર્ગ-૩ સંવર્ગની 117 ભરતી જાહેર કરાઈ છે.જે સીધી ભરતી પ્રક્રિયામાં માટે ઉમેદવારો પાસેથી OJASની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે

આ ભરતી માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in તારીખ 11 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2024ના સમયગાળા દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે,

નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગરની ફાયરમેન-કમ ડ્રાઈવર, વર્ગ-3 માટે કરાર આધારિક નિમણૂકનો સમયગાળો પાંચ વર્ષ અને પ્રતિ મહિને 26 હજાર પગાર ધોરણ રહેશે. જ્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરમેન-કમ-ડ્રાઈવર માટે ત્રણ વર્ષ માટે કરાર આધારિત નિમણૂકનો સમયગાળો અને જેનો પગાર ધોરણ 26 હજાર રહેશે

(6:46 PM IST)