તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
અમદાવાદમાં ફરી એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ :એમડી ડ્રગ્સની લેવેચ કરતી ટોળકીના ત્રણ સાગરીતો સકંજામાં
ક્રાઈમ બ્રાન્ચે 14 લાખ 33 હજાર રૂપિયાથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો: એલિસ બ્રિજ નીચેથી બે શખ્સોને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા:બન્ને શખ્સની પૂછપરછમાં ત્રીજા આરોપીનું નામ પણ ખૂલ્યું

અમદાવાદમાં ફરી એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. એમડી ડ્રગ્સની લેવેચ કરતી ટોળકીના ત્રણ સાગરીતો સકંજામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે 14 લાખ 33 હજાર રૂપિયાથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.
પોલીસે બાતમીના આધારે એલિસ બ્રિજ નીચેથી બે શખ્સોને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. આ બન્ને શખ્સની પૂછપરછમાં ત્રીજા આરોપીનું નામ પણ ખૂલ્યું હતું ,. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે વટવામાં મોહમ્મદ આરીફના ઘરે રેડ કરી હતી અને તેને પકડી પાડ્યો હતો. તેની પાસેથી પણ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જમાલપુર, જુહાપુરા સહિતના પૂર્વ અમદાવાદમાં કરતા હતા ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની આરોપીઓની કબૂલાત કરી હતી
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
