<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

રાજપીપળા શહેરની સાથે શહેરની નાનકડી ગલીઓમાં પણ રખડતી ગાયોનો ત્રાસ : પાલિકા તંત્ર નિષ્ક્રિય

દરબાર રોડની નાની ગલીઓમાં દરરોજની ૨૦ થી ૨૫ ગાયો ખડકલો જમાવે છે, મળ મૂત્ર થી સ્થાનિકો હેરાન: રખડતા જાનવરોના મળ, મૂત્રથી થતી ગંદકી થી રોગચાળો ફેલાઈ તેવી દહેશત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટથી વેરો ભરતી પ્રજા હવે ત્રાસી ગઈ છે જેમાં ખાસ કરીને નાનકડી ગલીઓ માં રખડતા જાનવરોથી લોકો વઘુ હેરાન થઈ રહ્યા છે
રાજપીપળા શહેરના ૫૦૦ જેવા રખડતા જાનવરો છે જે મુખ્ય માર્ગો ની સાથે સાથે હવે નાની નાની ગલીઓ માં પણ અડ્ડો જમાવી બેસે છે, ત્યાંથી ટુ વ્હીલર વાહન પણ કાઢવું મુશ્કેલ બન્યું છે અને ખાસ કરીને દરબાર રોડ પર આવેલી નાની વાલીઓ માં દરરોજ ૨૦ થી ૨૫ ગાયો સવાર થી આવી ચઢે છે જેના મળ, મૂત્ર ના કારણે ગંદકી થતા રોગચાળો ફેલાઈ તેવી દહેશત સ્થાનિકો ને સતાવી રહી છે, ખાસ કરીને પારેખ ખડકી માં આવેલા ગાયત્રી મંદિરે જતા વૃધ્ધો અને ટુ વ્હીલ વાહન ચાલકો માટે એકજ જગ્યા પર અડ્ડો જમાવી બેસેલી ગાયો થી લોકો હેરાન થઈ ગયા છે અને આ બાબત ઘણા લાંબા સમયથી જોવા મળે છે, પાલિકામાં જાણ કરવા છતાં કોઈજ પગલાં લેવાતાં નથી.
 આ મુદ્દે પાલિકાના મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયાંએ જણાવ્યું કે ત્રણેક દિવસથી પાલિકાએ ઢોર પકડવા રાત્રી અભિયાન શરૂ કર્યું છે, દરબાર રોડ પર સવારથી સાંજ સુધી રહેતા ઢોર પકડવા અલગ વ્યવસ્થા કરીશું

(11:18 PM IST)