News of Saturday, 10th August 2024
રાજપીપળા નગરપાલિકાના કર્મચારીને સીએમને રજૂઆત બાદ પણ EPF ના નાણાં નહિ મળતા MLA ને કરી રજૂઆત
યુવાને નગરપાલિકામાં બે વર્ષ થી EPFના નાણાં માટે લેખિત રજૂઆત કરી છતાં હજુ નાણાં નહિ મળતાં આખરે સીએમ બાદ ધારાસભ્યને રજૂઆત કરી:યુવાનને પાલિકાના સત્તાધીશો બે વર્ષ થી તેના હક ના નાણાં આપવામાં ધક્કે ચઢાવે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: રાજપીપળા નગરપાલિકા એ બે વર્ષથી ઈપીએફ ના નાણાં નહિ ચૂકવ્યા હોવાની વ્યથાભરી રજુઆત બે મહિના પહેલા રાજપીપળાના એક યુવાને મુખ્યમંત્રીને પત્ર દ્વારા કરી હોવા છતાં પાલિકાના જવાબદારો ના પેટનું પાણી નહિ હાલતા આખરે આજરોજ યુવાને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ને રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપલાના યુવાન ભરત શાહ નગરપાલિકામાં ફરજ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ની કામગીરી સંભાળતા હતા ત્યારે તેમણે ગત એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રી ને લેખિત રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે હું રાજપીપળા નગરપાલિકા માં રોજમદાર તરીકે નોકરી કરતો હતો અને સડાચાર વર્ષ સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના ની કામગીરી માં પાલિકા પ્રતિનિધિ તરીકે એજન્સી ના એન્જિનિયર સાથે રહી નિષ્ઠાપૂર્વક કામ કર્યું ,ત્યારબાદ અચાનક સ્ટાફ ઓછો કરતા મને બીજા ખાતાના કર્મચારીઓ સાથે છૂટો કરવામાં આવ્યો એ વાતને બે વર્ષ કરતા વધુ સમય વિતી ગયો, જે તે સમયે મે મારા પાલિકા ના પગાર માંથી કપાયેલા ઇપીએફ ના નાણાં મેળવવા બે વાર લેખિત રજૂઆત કરી અને ત્યારબાદ અત્યારસુધી માં વારંવાર મૌખિક રજૂઆતો કરી છતાં પાલિકા માં આ વિભાગ સંભાળતા કર્મચારી, મુખ્ય અધિકારી, પ્રમુખ, કારોબારી ચેરમેન સહિતનાઓ ને રજૂઆત કરી છતાં દર વખતે અલગ અલગ જવાબો આપી વાત ટાળવા માં આવી, અને આજદિન સુધી આ યુવાન ને તેના હક ના નિકળતા નાણાં મળ્યા નથી. આ યુવાન એક સામાન્ય વર્ગનો વ્યક્તિ છે અને ભાડા ના મકાન માં રહી પરિવાર સાથે જીવન જીવે છે. જોકે સીએમ ને રજૂઆત કર્યા ને ચાર મહિના જેવો સમય વિતી જવા છતાં હજુ રૂપિયા નહિ મળતા અને પાલિકા તરફથી ફક્ત ખોટા વાયદા મળતા કંટાળેલા અને જરૂરિયાતમંદ યુવાને આખરે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ને રજૂઆત કરી છે.
પાલિકામાં બીજેપી શાસન છે અને યુવાને સીએમને રજૂઆત કર્યા ને ચારેક મહિના થઈ જવા છતાં જો પાલિકા તંત્ર હજુ આળસ નહિ ખંખેરે તો શું સમજવું..? હવે ધારાસભ્ય ને રજૂઆત બાદ પાલિકા સત્તાધીશો શું કરે છે એ જોવું રહ્યું
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
