News of Saturday, 10th August 2024
કેવડીયા પાસે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનોના પરિવારને મંત્રી, સાંસદ અને ધારાસભ્ય મળ્યા: સહાયની વાત કરી
સરકારે તાત્કાલિક પીડિત પરિવારને ₹ ૪,૫૦,૦૦૦/- અને ચાર્જશીટ દાખલ થાય એ સમયે મૃતકોનાં પરિવારને બીજી ₹ ૪,૫૦,૦૦૦ ની રકમ પણ આપવામાં આવશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:સાંસદ મનસુખભાઇ વસાવા આદિજાતી વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ કેવડીયા અને ગભાણા ગામ ખાતે મૃતકો ના ઘરે પહોંચ્યા અને કેવડીયા નજીક દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આદિવાસી યુવાનો સ્વ.જયેશભાઈ શનાભાઇ તડવી તથા સ્વ.સંજય ભાઈ ગજેન્દ્રભાઈ તડવીના પરિવારને મળી, મૌન ધારણ કરીને સાંત્વના આપી.
આ મુદ્દે સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું કે ગુજરાતની સંવેદનશીલ સરકારે તાત્કાલિક ધોરણે આ પીડિત પરિવારને ₹ ૪,૫૦,૦૦૦/- જેવી માતબર રકમની સહાય મંજૂર કરી છે. આદિજાતી વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ના હસ્તે આ પરિવારોને ચેક આપવામાં આવ્યો. આ સિવાય પણ ચાર્જશીટ દાખલ થાય એ સમયે મૃતકોનાં પરિવારને બીજી ₹ ૪,૫૦,૦૦૦ ની રકમ પણ આપવામાં આવશે. એજન્સી તરફથી પણ મૃતકોનાં પરિવારને ૨૦-૨૦ લાખ રૂપિયાની સહાય પ્રદાન કરવામાં આવશે.
આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયત પ્રમુખ ભિમસિંગભાઇ તડવી, ગરુડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રવણભાઇ તડવી, જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
આવા કપરા સમયે પરિવારની પડખે ઊભા રહેવાની જગ્યાએ કેટલાંક લોકો પોતાના રાજકીય રોટલા શેકી રહ્યાં છે, તે બાબત ખુબ જ ગંભીર અને દુઃખદ છે. ચૈતર વસાવા અને એમની પાર્ટીના લોકો પરિવારને શ્રધ્ધાંજલિ આપવાને બદલે ૧૩ તારીખે જે કાર્યક્રમ કરી રહ્યા છે તે ખૂબ જ નિંદનીય છે. આ સમય આપણે સૌએ સાથે મળીને પરિવારની પડખે ઊભા રેહવાનું છે નાં કે પોતાના રાજકીય રોટલા શેકવાનો તેમ મનસુખ વસાવા એ જણાવ્યું હતું
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
