<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

રાજપીપળા એસ.ટી. ડેપો ખાતે એસટી સ્ટાફ હર ઘર તિરંગા યાત્રામાં જોડાયો

બસમાં મુસાફરી કરતા નાગરિકોને તિરંગાનું વિતરણ કરી “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાવા અપીલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં આજથી હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે. ત્યારે નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા એસ.ટી. ડેપો ખાતે ડ્રાયવર અને કન્ડક્ટર અને અન્ય સ્ટાફ દ્વારા હાથમાં તિરંગો લઈને અભિયાનમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.
   આ તિરંગો ફક્ત એક ધ્વજ નથી, તે આપણા શૂરવીરોના બલિદાન અને એકતાનું પ્રતીક છે. આવો, આપણે દરેકના દિલમાં દેશપ્રેમની જ્યોત પ્રગટાવી, તિરંગાને ગૌરવભેર લહેરાવીએ તેવી નેમ સાથે પોતાની ફરજ દરમિયાન કંડક્ટર મિત્રો દ્વારા મુસાફરોને પણ તિરંગાનું વિતરણ કરી આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી.


 

(11:30 PM IST)