તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
13 તારીખે અપાયેલું કેવડિયા બંધનું એલાન રાજકીય રોટલા શેકવા વિપક્ષનું નાટક : સાંસદ મનસુખભાઈ વસાવા
બે આદિવાસી યુવાનોના મોતનો મલાજો જાળવો શ્રદ્ધાંજલિ આપો કોઈ કાર્યક્રમ ના કરો : કુબેર ડીંડોર આદિજાતિ મંત્રી

(ભરત શાહ દ્વારા) રાજપીળા:નર્મદા જિલ્લા ના એકતાનગર કેવડિયા ખાતે આદિવાસી મ્યુઝિયમના બાંધકામ સાઈડ પર બે આદિવાસી યુવાનો સંજય તડવી અને જયેશ તડવી બંનેની હત્યાને લઈને આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્ય ચૈતર વસાવા એ 13 મી ઓગષ્ટ મંગળવાર ના રોજ કેવડિયા SOU બંધનું એલાન કરી રાજ્યભરના આદિવાસી સંગઠનો ને બોલાવી ભેગા કરવાની જાહેરાત કરી છે. ત્યારે આ બંધના એલાનને વખોડી રાજ્યના આદિજાતિ મંત્રી કુબેર ડીંડોરે રાજકીય સ્ટન્ટ ગણાવ્યો અને બે આદિવાસી દીકરાઓ ના મોતનો મલાજો જાળવી સરકારી જાહેર કાર્યક્રમ કેવડિયા વિસ્તારમાં નહિ કરવા સૂચના આપી, જયારે આ બાબત ને સાંસદ મનસુખ વસાવા એ પણ આ બંધ ના એલાનને આમઆદમી પાર્ટીનું ચૈતર વસાવા નું રાજકીય રોટલો શેકવાં નું ષડયંત્ર ગણાવ્યું ને કહ્યું ભાઈ એટલી લાગણી હોય તો બેસણામાં આવી પ્રાર્થના કરો ક્યાં ટોળા ભેગા કરવાની જરૂર છે. કહી બંધના આંદોલન સામે રોષ વ્યક્ત કર્યો હતો.
રાજ્યના ગૃહમંત્રી એ આ ઘટના ના આરોપીઓને નહિ બક્ષવા સીધો ફોન કરી પોલીસ ને સૂચના આપી હતી,
બે આદિવાસી યુવાનો ની નિર્મમ હત્યા ની ઘટના બહુ દુઃખદ છે. આ યુવાનો ના હત્યારાઓ ઝડપી કડક કાર્યવાહી કરવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ તાત્કાલિક પોલીસ ને સૂચના આપી છે, આરોપીઓ પકડાઈ ગયા તેમની તપાસ ચાલુ છે. રાજ્ય સરકાર ના મંત્રીઓ પરિવાર ના ખબર અંતર પૂછ્યા સાંત્વના આપી અમારા ધારાસભ્ય અને ભાજપ ના આગેવાનો સતત પરિવાર ની સાથે છે. જેમાં તપાસ સરખી કરો આંદોલન કરીશું બંધનું એલાન આપી જિલ્લાની શાંતિ ડહોળવાની કોશિશ કરનારા ચૈતર વસાવા એન્ડ કંપની ને મારે કહેવું છે કે રાજકારણ રમવાની જગ્યા ઘણી છે, પણ આદિવાસી દીકરાઓ ની મોતનો મલાજો જાળવો રાજ્યના આદિવસી આગેવાનો ને ભેગા કરીને શું મળશે વાહવાહી...રાજકીય રોટલા સેકવાનું બંધ કરો 13 તારીખના બંધ ના એલાનને હું વખોડું છું તેમ મનસુખભાઈ વસાવા (ભરૂચ સાંસદ ) એ જણાવ્યું હતું.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
