News of Sunday, 11th August 2024
શિષ્યવૃત્તિના નિયમોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથીઃ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેર

અમદાવાદઃ શિષ્યવૃતિના નિયમોમાં ફેરફારને લઈને શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખુલાસો કરતાં કહ્યું કે રાજ્યમાં શિષ્યવૃતિના નિયમોમાં કોઈ ફેરફાર કરાયા નથી. 41 લાખ 15 હજાર જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ અપાશે
મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, રૂપિયા 594.50 કરોડ રૂપિયાની શિષ્યવૃતિ વર્ષ દરમિયાન અપાય છે. ધોરણ 1થી 8ના 43 લાખ 45 હજાર વિદ્યાર્થીઓને ગણવેશ માટે 900 રૂપિયા આપવામાં આવે છે જેની વાર્ષિક કિંમત 341 કરોડ થાય છે.
મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે, વર્ષ 1-5-1960થી નામદાર કોર્ટે જે પ્લાનિગ કહ્યું હતું તે પ્રમાણે નિયમો-નિર્ણયો છે. તે જ પ્રમાણે ચાલી આવી રહ્યું છે અને તે પ્રમાણે આપણે લાભ આપી રહ્યાં છીએ. જેમાં કોઈ નવો નિયમ કે, નિર્ણય લેવાયો નથી કે કોઈ સુધારો કરાયો નથી.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
