News of Sunday, 11th August 2024
આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં અમુક જગ્યાએ ત્રાજવીજ સાથે મળવાથી મધ્યમ વરસાદ પડશેઃ હવામાન ખાતુ
ગુજરાતમાં છેલ્લા ર૪ કલાકમાં બે તાલુકામાં બે ઇંચ થી વધુ અને ૧૩ તાલુકામાં ૧ ઇંચથી વધુ પાણી પડયું

અમદાવાદઃ 152 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડા અને તાપીના ડોલવણમાં સવા બે ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે જાણો રાજ્યના ક્યાં તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો છે.
છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો બે તાલુકામાં 2 ઈંચ કરતા વધુ અને 13 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 139 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આજે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
