<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

અમદાવાદના શાહીબાગમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી એક કરોડની કિંમતના ગાંજાના 37 પાર્સલ ઝડપાયા

અમેરિકા, કેનેડા થાઈલેન્ડથી પાર્સલ આવ્યા હતા: આ પાર્સલ દેશના અલગ અલગ જિલ્લાઓમાં જવાના હતા

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી હાઇબ્રિડ ગાંજાના પાર્સલ મળ્યા છે. મળી આવેલા ગાંજાની કિંમત અંદાજે 1 કરોડની હોવાનું કહેવાય છે. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. વિદેશથી પોસ્ટ દ્વારા હાઈબ્રીડ ગાંજો મંગાવવામાં આવેલ હતો. કુલ 37 પાર્સલ કબજે કરવામાં આવ્યા છે. અલગ અલગ દેશમાંથી ગાંજાના પાર્સલ આવ્યા હતા. અમેરિકા, કેનેડા થાઈલેન્ડથી  પાર્સલ આવ્યા હતા. આ પાર્સલ દેશના અલગ અલગ જિલ્લાઓમાં જવાના હતા

અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબરક્રાઈમે હાઈબ્રીડ ગાંજાના એક કરોડ થી વધુની કિંમતના 37 પાર્સલ જપ્ત કર્યા છે. પોસ્ટ ઓફિસ ખાતે વિદેશથી આવી રહેલા પાર્સલોની તપાસ કરતા 1 કરોડ 12 લાખની કિંમતનો 3 કિલો 775 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો

અત્રે જણાવીએ કે, અલગ-અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા. બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સાથે મળી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.અમદાવાદની સાયબર ક્રાઈમે ડ્રગ્સના પેકેટ ઝડપી પાડયા છે,આ પાર્સલ કોને અને કયાંથી મંગાવ્યા હતા તેને લઈ પોલીસે તપાસ તેજ કરી છે. અગાઉ પણ પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ ઝડપાયું હતુ. આ ડ્રગ્સ પાર્સલમાં રમકડા,ખાવાની ચિપ્સ અને બિસ્કિટના પેકેટમાં છૂપાવીને લવાતું હતું. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ શરૂ કરાઈ છે

(7:19 PM IST)