<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર વિયર ડેમ ઑવરફ્લો

ગરૂડેશ્વર વિયર ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો:મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ નજારો નિહાળવા માટે પહોંચ્યા:વિયર કમ કોઝ વે પણ ઓવર ફ્લો થયો

અમદાવાદ : ઉપરવાસમાંથી  પાણી છોડતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. જેના કારણે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ નર્મદા ડેમથી 12 કિમી દૂર આવેલા ગરૂડેશ્વર વિયર ડેમ પણ છલકાઈ ગયો છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગરૂડેશ્વર વિયર ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ નજારો નિહાળવા માટે પહોંચ્યા છે. વિયર કમ કોઝ વે પણ ઓવર ફ્લો થયો છે.

મધ્ય પ્રદેશના ડેમોમાંથી 2,95972 ક્યુસેક જેટલું પાણી છોડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી છે. જેના કારણે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની જળ સપાટી 134.75 મીટરે પહોંચી છે. જેથી ડેમમાં પાણીનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના 9 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે.

(5:57 PM IST)